Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાલકે નિયંત્રણ ગુમાવતા સર્જાયો ગમખ્વાર અકસ્માત
હિમાચલ પ્રદેશના ચંબામાં મુસાફરોથી ખીચોખીચ ખીણમાં પડી જતાં ૮ લોકોના મોત થયા છે. જયારે અનેક ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે.
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં આજે સવારે તીસા-બૈરાગઢ રોડ પર ખાનગી બસ ખીણમાં ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બૈરાગઢથી ચંબા જતી બસના ચાલકે ચાબુજ વળાંક પાસે નિયંત્રણ ગુમાવતા આ દુર્ઘટના બની હતી.
આ દુર્ઘટનામાં ૮ લોકોના મોત થયા છે, જ્યારે અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિકો અને પોલીસે બચાવ કામગીરી હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી મુજબ ઘટના સમયે બસમાં અંદાજે ૨૦ થી ૨૫ મુસાફરો સવાર હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ધોરણે રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી.
ઘટના અંગે જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ચંબાના પોલીસ અધિક્ષક વિજય સકલાનીએ અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, બસ દુર્ઘટનામાં આઠ મુસાફરોના મોત થયા છે અને અન્ય ઘાયલોને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે અને તપાસ બાદ જ અકસ્માત અંગેની સંપૂર્ણ અને વિગતવાર માહિતી સ્પષ્ટ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial