Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં આવતીકાલથી તા. ૧૭ ઓગષ્ટ સુધી યોજાશે હર ઘર તિરંગા અભિયાન 'સેલ્ફી વીથ તિરંગા'

૧૪મી ઓગષ્ટે વિભાજન વિભીષિકા દિનઃ શહેર-તાલુકા કક્ષાએ તિરંગા રેલીઓ - વિવિધ સ્પર્ધામાં યોજાશે

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૮: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન તથા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણીના આયોજન સંદર્ભે કલેકટર શ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. તેમાં જણાવાયા મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા તા.૧૨ ઓગસ્ટના પ્રાંત કચેરી, ખંભાળિયામાં યોજાશે. તમામ તાલુકા કક્ષા, નગરપાલિકા કક્ષાએ પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. તા.૧૪ ઓગસ્ટના ખંભાળિયા નગરપાલિકા ટાઉનહોલમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરાશે. જિલ્લા નાગરિકોને સેલ્ફી વિથ તિરંગા ડિજિટલ અભિયાનમાં જોડાવા અનુરોધ કરાયો છે.

સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન તથા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે જેના આયોજન સંદર્ભે જિલ્લા સેવા સદન, ખંભાળિયામાં કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં તેમજ પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળાની પ્રેરક ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.

પત્રકાર પરિષદમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજાનાર કાર્યક્રમ સંદર્ભે જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી તા. ૦૯થી ૧૭ ઑગસ્ટ દરમ્યાન સમગ્ર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવશે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત  જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા તથા કોન્સર્ટ તા.૧૨/૦૮/૨૦૨૬ના સવારે ૦૮ કલાકેથી  પ્રાંત કચેરી, ખંભાળીયાથી શરૂ થઈ જી.વી.જે સરકારી હાઇસ્કૂલ, નગર ગેટ, મહાપ્રભુજી બેઠક રોડ થઈ પ્રાંત કચેરીમાં સમાપ્ત થશે. ઉપરાંત, તમામ તાલુકા કક્ષાએ એમ તિરંગા યાત્રા યોજાશે. જેમાં ભાણવડ તાલુકા તથા નગરપાલિકા કક્ષાની સંયુકત તિરંગા યાત્રા તા.૧૩/૦૮/૨૦૨૬ના સવારે ૦૮ કલાકે બસ સ્ટેન્ડથી મામલતદાર કચેરી સુધી યોજાશે. દ્વારકા તાલુકા તથા નગરપાલિકા સંયુકત તિરંગા યાત્રા તા.૧૨/૦૮/૨૦૨૬ના સવારે ૦૮ કલાકે કીર્તિ સ્તંભથી દ્વારકાધીશ મંદિર સુધી યોજાશે.

કલ્યાણપુર તાલુકા કક્ષા તિરંગા યાત્રા તા.૧૨/૦૮/૨૦૨૬ના સવારે ૦૮ કલાકે તાલુકા પંચાયતથી પ્રાથમિક શાળા સુધી યોજાશે. તેમજ રાવલ નગરપાલિકા કક્ષાની તિરંગા યાત્રા તા.૧૩/૦૮/૨૦૨૬ના રોજ સવારે ૦૮ કલાકે એચજીએલ હાઇસ્કૂલથી નગરપાલિકા ઓફિસ સુધી યોજાશે. ઓખા નગરપાલિકા કક્ષા તિરંગા યાત્રા તા.૧૪/૦૮/૨૦૨૬ના સવારે ૦૮ કલાકે રેલવે સ્ટેશન થી બસ સ્ટેશન સુધી યોજાશે. સલાયા નગરપાલિકા કક્ષાની તિરંગા યાત્રા તા.૧૩/૦૮/૨૦૨૬ના સવારે ૦૮ કલાકે નગરપાલિકા ઓફિસથી શોપિંગ સેન્ટર સુધી યોજાશે.

વધુમાં કલેકટરે કહૃાું કે, જિલ્લામાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં વંદે માતરમના અધિકૃત સ્વરૂપનું સામૂહિક ગાન કરવામાં આવશે. જિલ્લાના તમામ ગ્રામ્ય કક્ષા તેમજ શાળા તથા કોલેજોમાં તા.૦૯/૦૮/૨૦૨૬ થી ૧૭/૦૮/૨૦૨૬ દરમિયાન તિરંગા રેલીનું આયોજન કરવામાં આવશે. શાળા અને કોલેજોમાં વંદે માતરમ, રાષ્ટ્ર પ્રેમ, રાષ્ટ્રીય એક્તા અને સ્વાતંત્ર્ય સંગ્રામ આધારીત વકતૃત્વ, ચિત્ર તથા રંગોળી સ્પર્ધાઓ યોજાશે. જિલ્લાની સરકારી કચેરીઓને લાઇટીંગથી સુશોભીત કરવામાં આવશે. જિલ્લાના નાગરિકો સેલ્ફી વિથ તિરંગા ડિજીટલ અભિયાન અંતર્ગત તિરંગા સાથે સેલ્ફિ લઇને ઁટ્ઠખ્તિરટ્ઠિંૈટ્ઠિહખ્તટ્ઠ.ર્ષ્ઠદ્બ વેબ સાઇટ પર અપલોડ કરી શકશે.

વધુમાં કલેકટરશ્રીએ કહૃાું કે, ભારતના વિભાજન દરમિયાન લાખો લોકોએ સહન કરેલી પીડા, હિંસા, આઘાત, સ્થળાંતર અને બલિદાનનું સ્મરણ તથા વિભાજનની કરુણ હકીકતો અંગે ખાસ કરીને યુવા પેઢી માહિતગાર થાય તેમજ વિભાજનથી અસરગ્રસ્ત પરિવારોના સંઘર્ષ, ધૈર્ય અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી ભાગરૂપે તા.૧૪ ઓગસ્ટના સાંજે ૦૪ કલાકે ટાઉનહોલ ખંભાળિયામાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવશે તેમજ તા.૧૩ અને ૧૪ ઑગસ્ટના ભારતના વિભાજનની ઐતિહાસિક ઘટનાઓ, સ્થળાંતર અને સંઘર્ષની ગાથાઓને રજૂ કરતું પ્રદર્શન યોજાશે. તેમજ તા.૧૫ સપ્ટેમ્બર સુધી જિલ્લાની શાળા તથા કોલેજોમાં ઑનલાઇન કિવઝ યોજાશે જેમાં ભાગ લેવા કલેકટરે અનુરોધ કર્યો હતો.

પત્રકાર પરિષદમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી પરબત હાથલિયા સહિત પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh