Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકાનો નિર્ણય
જામનગર તા. ૮: જામનગરના એક લાખથી વધુ વેરાની રકમ બાકી લેણી હોય તેવા ૧૨૦૦થી વધુ આસામીઓ પાસેથી વસુલાત માટે મહાનગરપાલિકા દ્વારા કોર્ટમાં દાવો કરી તેના આદેશ મુજબ વસુલાત કરવામાં આવનાર છે.
મહાનગરપાલિકા દ્વારા વેરા વસુલાત માટે કડક કાર્યવાહી કરવામાં આવે છે અને મિલકત જપ્તી સહિતના પગલા લેવામાં આવે છે. પરંતુ રહેણાંક મિલકતોમાં જપ્તીના પગલા લઈ શકાતા નથી. પરંતુ તેનો વેરો ભરપાઈ કરવો પણ ફરજીયાત છે.
શહેરમાં અનેક રહેણાંક મિલકત ધારકો પાસેથી કરોડોની વેરા વસુલાત વર્ષોથી બાકી રહે છે. તેમાંથી મોટા કરદાતા કે જેમની વેરાની રકમ એક લાખ રૂપિયાથી વધુ છે તેવા ૧ર૦૦ થી વધુ કરદાતા સામે મહાનગરપાલિકા દ્વારા રીક્વરીના દાવા દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તે પૈકી ૪પ૪ આસામીઓને નોટીસો પણ પાઠવી દેવામાં આવી છે.
મહાનગરપાલિકાના આસિ. કમિશ્નર જીગ્નેશ નિર્મળ (ટેક્સ) ના જણાવ્યા મુજબ અગાઉ વ્યાજ માફી યોજના પણ અમલમાં લાવવામાં આવી હતી. જેનો અનેક આસામીઓએ લાભ પણ લીધેલ છે. તેમજ સીલીંગ જપ્તીની પણ સતત કાર્યવાહી થઈ રહી છે. પરંતુ રહેણાંક મિલકતો સીલ થઈ શક્તિ ન હોવાથી હવે આવા ૧ર૦૦ થી વધુ આસામીઓ પાસેથી વેરા વસુલાત કરવા માટે કોર્ટમાં ન્યાય મેળવવામાં આવશે, અને કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial