Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાણખનીજ વિભાગને જાણ કરાઈઃ
જામનગર તા. ૩૦: કલ્યાણપુર તાલુકાના રાવલ ગામ પાસેથી ગઈકાલે દ્વારકા એલસીબીએ ૧૪ ટન બેલા ભરીને જતા ટ્રકને પકડી પાડ્યો છે. રોયલ્ટી વગર જ જઈ રહેલા આ ટ્રક અંગે ખાણ ખનીજ ટીમને જાણ કરાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખનીજચોરી ડામવા એસપી જયરાજસિંહ વાળા દ્વારા અપાયેલી સૂચનાના પગલે ગઈકાલે દ્વારકા એલસીબી દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં કલ્યાણપુર તાલુકાના રાવલ ગામ તરફ એક ટ્રકમાં સફેદ પથ્થર લઈ જવાતા હોવાની બાતમી મળતા એલસીબીએ વોચ ગોઠવી હતી.
તે દરમિયાન જીજે-૮ ડબલ્યુ ૧૦૬ નંબરનો ટ્રક મળી આવ્યો હતો. તેની તલાશી લેવાતા આ ટ્રકમાંથી પરમીટ વગર કે રોયલ્ટી ચૂકવ્યા વગર લઈ જવાતા સફેદ પથ્થર (બેલા) મળી આવ્યા હતા. ૧૪ ટન વજનના બેલા કબજે કરી ખાણખનીજ વિભાગને એલસીબી દ્વારા જાણ કરાઈ છે અને ટ્રક કબજે કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial