Advertisement
Author: નોબત સમાચાર

તલાટીઓ દ્વારા મહેસુલી કામગીરીના બહિષ્કારથી ગ્રામજનો-વિદ્યાર્થીઓ પરેશાન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: હાલમાં સમગ્ર ગુજરાતમાં પંચાયત વિભાગ હસ્તકના તલાટી-કમ-મંત્રીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓ અને સ્પષ્ટ જોબચાર્ટના મુદ્દે પંચાયત સિવાયની મહેસૂલી અને અન્ય કામગીરી ન કરવાનો નિર્ણય લેવામંં આવ્યો છે. તલાટીઓની આ હડતાળ અને કામગીરીના બહિષ્કારને કારણે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય અરજદારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ જામજોધપુર-લાલપુર વિસ્તારના ધારાસભ્ય હેમંત ખવા દ્વારા જામનગર જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી ત્વરિત વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગણી કરવામાં આવી છે.

હાલમાં તલાટી-કમ-મંત્રીઓ મહેસુલી કામગીરીથી અળગા રહેતા ગ્રામ્ય કક્ષાએ રોજબરોજની અત્યંત મહત્ત્વની સેવાઓ સં૫ૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને આવક અને જાતિના દાખલા મેળવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત ખેડૂતો અને ગ્રામજનો માટે અતિ અગત્યની એવી વારસાઈ નોંધ, પેઢીનામું અને અન્ય મહેસુલી સેવાઓ અટકી પડી છે.

આ પરિસ્થિતિના ઉકેલરૂપે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરહિતને ધ્યાને રાખીને નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર અને રેવન્ય તલાટીને વિવિધ ગ્રામ પંચાયતોનો વધારાનો ચાર્જ સોંપીને જે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, તે પ્રમાણે જામનગર જિલ્લામાં પણ તાત્કાલિક આવી વ્યવસ્થા ઉભી કરવા રજૂઆત કરવામાં આવી છે. ધારાસભ્યએ રજૂઆત કરી છે કે, જામનગર જિલ્લામાં કલસ્ટર વાઈઝ અધિકારીઓને ગ્રામ પંચાયતોનો ચાર્જ સોંપવામાં આવે અને નિયત કરેલા દિવસોમાં અધિકારીઓ/કર્મચારીઓ ગ્રામ કક્ષાએ જાતે ઉપસ્થિત રહે તેમજ વિદ્યાર્થીઓ અને ખેડૂતોને જરૂરી પ્રમાણપત્રો અને મહેસૂલી કામગીરી સ્થળ પર જ ઉપલબ્ધ થાય તેવી સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh