Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને
રાજકોટ તા. ૨૯: પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ પ્રયાગરાજ વેરાવળ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેન ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન કુલ ૮-૮ ફેરા માટે ચલાવવામાં આવશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર ૦૪૧૭૪ વેરાવળ પ્રયાગરાજ સ્પેશિયલ ૦૭ ઓગસ્ટથી ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી દર શુક્રવારે વેરાવળથી રાત્રે ૨૨.૦૦ વાગ્યે ઉપડશે અને રવિવારે સવારે ૦૫.૫૦ વાગ્યે પ્રયાગરાજ પહોંચશે. આ જ રીતે, ટ્રેન નંબર ૦૪૧૭૩ પ્રયાગરાજ વેરાવળ સ્પેશિયલ ૦૬ ઓગસ્ટથી ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી દર ગુરૂવારે પ્રયાગરાજથી સવારે ૧૦.૧૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે ૧૮.૧૫ વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે. આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં જૂનાગઢ, નવાગઢ, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર જંકશન, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, સુમેરપુર જવાઈ બાંધ, ફાલના, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, ઈદગાહ આગ્રા જંકશન, ટૂંડલા જંકશન, ઈટાવા જંકશન, ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશનો પર ઊભી રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial