Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રક ડ્રાઈવર સહિત ત્રણની અટકાયતઃ વધુ ૧૦ શખ્સની શોધખોળઃ
જામનગર તા. ૩૦: લાલપુરના સણોસરી ગામમાં એક ખેતરમાં ઈંગ્લીશ દારૂનો ગંજાવર જથ્થો ભરીને એક ટેન્કર-ટ્રક આવ્યો હોવાની બાતમી પરથી મંગળવારે રાત્રે ગાંધીનગરથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો ત્યાંથી ખેતર માલિક, તેનો પુતા તથા દારૂનો જથ્થો ભરીને ટ્રક લાવનાર ડ્રાઈવરની અટકાયત કરી લેવાઈ છે. વધુ ૧૦ના નામ ખૂલ્યા છે. ઈંગ્લીશ દારૂની બોટલ, ટેન્કર તથા બાઈક, રોકડ મળી રૂ।.૧ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. એસએમસીના આ દરોડાના પગલે સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ ગઈ છે. દારૂનો આ જથ્થો પંજાબથી રવાના થયો હોવાનું ખૂલ્યું છે.
લાલપુર તાલુકાના સણોસરી ગામમાં એક ખેતરમાં મંગળવારે રાત્રે ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને પંજાબથી એક ટ્રક આવ્યો હોવાની બાતમી ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનીટરીંગ સેલને મળતા પીઆઈ પી.પી. બ્રહ્મભટ્ટના વડપણ હેઠળ એસએમસીની ટૂકડી મંગળવારે રાત્રે સણોસરી ગામમાં નગાભાઈ ભીમશીભાઈ ડાંગરની વાડીમાં ત્રાટકી હતી.
આ સ્થળેથી જીજે-૧ જેટી ૨૫૬૬ નંબરનો ટ્રક મળી આવ્યો હતો. તે ટ્રકની તલાશી લેવામાં આવતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૫૯૩૦ બોટલ ભરેલા બોક્સ તથા ૪૮ વધુ બોટલ મળી આવી હતી. સ્થળ પરથી ટેન્કર-ટ્રક, ત્રણ બાઈક, રોકડ તથા મોબાઈલ મળી કુલ રૂ।.૧,૦૦,૮૫,૫૩૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
સ્થળ પરથી વાડી માલિક નગાભાઈ ડાંગર, હેમત નગાભાઈ ડાંગર તથા ટ્રકના ડ્રાઈવર રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સુરજપ્રકાશ સુમેરસિંગ જાટની અટકાયત કરી લેવાઈ છે. આ શખ્સોની પૂછપરછ કરાતા દારૂનો ઉપરોક્ત જથ્થો રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સાંચોરના જીતેન્દ્રસિંગ નામના શખ્સે બાડમેરથી પવનસિંગ સાથે મળી મોકલવાનું આયોજન કર્યા પછી પંજાબના પટીયાલામાંથી દારૂનો ઉક્ત જથ્થો એક ફેક્ટરીમાંથી ભરી સુરજપ્રકાશ સુમેરસિંગને રવાના કરવામાં આવ્યો હતો. તેવી વિગત આરોપીઓએ ઓકી નાખી છે.
સ્થળ પરથી ટેન્કર, બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કરવા ઉપરાંત અન્ય દસ શખ્સ સામે ગુન્હો નોંધાયો છે. લાલપુર પોલીસ મથક ના સ્ટાફે તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial