Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસઃ
જામનગર તા. ૩૦: જામનગર નજીકનાં મોખાણા ગામની સીમમાં દીપડાના સતત આંટાફેરા જોવા મળ્યા હતાં. આખરે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
જામનગર તાલુકાના મોખાણામાં એકાદ માસ પહેલા દીપડો હોવાનું જાહેર થયુ હતું. તેમાં ફોટા પણ સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા વન વિભાગે ત્રણેક પાંજરા ગોઠવ્યા હતાં. પરંતુ દીપડો સતત પોતાનું સ્થળ બદલાવતા પકડાતો ન હતો બીજી તરફ વન વિભાગે સતત પેટ્રોલીંગ ચાલુ રાખ્યુ હતું અને કુલ ત્રણ અલગ અલગ સ્થળે પાંજરા ગોઠવ્યા હતાં. આખરે આજે વહેલી સવારે દડીયા નજીકથી દીપડો પાંજરે પુરાયો છે. તેવી માહિતી દડીયા ગામનાં સરપંચ રાજેશભાઈ લખીયરે આપી હતી. જેને વન વિભાગે પણ સમર્થન આપ્યું છે. આમ લાંબા સમયના ઈન્તેજાર પછી આખરે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial