Advertisement
Author: નોબત સમાચાર

અમરાપરની નદી પાસે ગેરકાયદે રખાયેલી રેતી ભરી આપતા બે વાહન કબજે કરાયા

રૂ।.રપ લાખનો મુદ્દામાલ ઝબ્બે લેતી પોલીસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગર નજીકના અમરાપર ગામની નદી પાસે ગેરકાયદેસર રીતે રેતીનો સંગ્રહ કરી લોડરથી ડમ્પરમાં રેતી ભરી આપવામાં આવતી હોવાની બાતમી પરથી ગઈકાલે પંચકોશી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા બંને વાહન અને રેતીનો જથ્થો ઝડપાઈ ગયા હતા. રૂ।.રપ લાખનો મુદ્દામાલ કબજે કરી ખાણખનીજ ખાતાને તેની જાણ કરવામાં આવી છે.

જામનગર તાલુકાના અમરાપર ગામમાં નદી પાસે ગેરકાયદેસર રીતે રેતીનો સંગ્રહ કરીને રાખવામાં આવ્યો હોવાની અને એક ડમ્પરમાં તે રેતી ભરી આપવામાં આવતી હોવાની વિગત પરથી ગઈકાલે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન. શેખ તથા પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો.

આ સ્થળેથી જીજે-૧૦ એક્સ ૯૬૮૧ નંબરનું ડમ્પર મળી આવ્યું હતું. તેમાં જીજે ૧૨ સીએમ ૮૦૩૪ નંબરના લોડેડથી રેતી ભરાતી હોવાનું જણાઈ આવ્યું હતું. બંને વાહન તથા રેતી મળી કુલ રૂ।.૨૫ લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે આ બાબતે ખાણખનીજ ખાતાને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh