Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મેઘાવી માહોલઃ મહત્તમ ૩૦.૫ ડિગ્રી

એક જ દિવસમાં તાપમાનમાં ૪.૫ ડિગ્રીનો ઘટાડોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરમાં મેઘાવી માહોલના પગલે મહત્તમ તાપમાનનો પારો એક જ દિવસમાં સડસડાટ ૪.૫ ડિગ્રી સુધી નીચે સરકીને ૩૦.૫ ડિગ્રીએ પહોંચી ગયો. હતો. તાપમાનમાં થયેલા ઘટાડા અને વરસાદી માહોલના કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક રહેવા પામી હતી.

જામનગરમાં વરસાદી વાદળોના આંટાફેરા ઓછા થતા તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો હતો. પરંતુ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વધતા તાપમાન પર બ્રેક લાગી ગઈ છે. મેઘાવી માહોલના પગલે છેલ્લા ચોવિસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો સડસડાટ ૪.૫ ડિગ્રી સુધી ગગડીને ૩૦.૫ ડિગ્રીએ પહોંચી ગયો હતો. વરસાદી માહોલ અને તાપમાનમાં થયેલા ઘટાડાના કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

નગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાન ૨૭.૮ ડિગ્રીએ સ્થિર રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું ૭ ટકા ઘટીને ૮૨ ટકા રહ્યું હતું. ભેજનું પ્રમાણ વધુ રહેતા ખાસ કરીને બપોરે બફારો અનુભવાયો હતો. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૨૫ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી.

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહીઃ

જામનગર જિલ્લામાં લાંબા વિરામ પછી મેઘરાજાના પુનરાગમનના એંધાણ

જામનગર જિલ્લામાં મેઘરાજાએ સતત છઠ્ઠા દિવસે પણ વિરામ જાળવતા શહેર અને જિલ્લાના લોકોમાં વરસાદની આતુરતા વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતા ખેડૂતોની નજર આકાશ તરફ મંડાઈ રહી છે, તો બીજી તરફ શહેરમાં પણ ઉકળાટ અને ભેજના કારણે લોકો અકળાઈ રહૃાા છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળોના આંટાફેરા શરૂ થતાં અને ઠંડા પવનો ફૂંકાતા વરસાદની નવી આશા બંધાઈ છે.

હવામાન વિભાગે પણ શુક્રવારથી સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સમગ્ર દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ આગાહીના પગલે જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાની શક્યતા વધી છે. હવામાનમાં આવેલા આ બદલાવને કારણે ખેડૂતોમાં આશાનું નવું કિરણ જાગ્યું છે અને વરસાદની રાહ વધુ આતુરતાથી જોવાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh