Advertisement
Author: નોબત સમાચાર

ઓખાના આર.કે. બંદરમાં નિદ્રાધીન માછીમારને આવ્યો હૃદયરોગનો હુમલો

મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: ઓખાના આર.કે. બંદર પર ટાટા પ્લોટમાં એક બોટમાં મંગળવારની રાત્રે જમીને નિદ્રાધીન થયેલા વૃદ્ધ માછીમારને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે.

ઓખાના આર.કે. બંદર પર માછીમારી માટે આવીને રહેતા મૂળ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના સાલેજ ગામના કાલીદાસ સુકરભાઈ હડપતી (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ મંગળવારે રાત્રે ભોજન લીધા પછી આર.કે. બંદર પર ટાટા પ્લોટમાં કૃપાનિધિ નામની બોટમાં નિદ્રાધીન થયા હતા.

તે દરમિયાન રાત્રે અગિયારેક વાગ્યે તેઓને છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ કરાઈ હતી. આ વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. મુકેશભાઈ બાબુભાઈ હડપતીએ પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh