Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકાર ચંદાચોરીના મુદ્ે ઘેરાઈઃ શાસકપક્ષ બેક ફુટ પરઃ લોકસભાની કાર્યવાહી બપોર સુધી મોકૂફ
નવી દિલ્હી તા. ૩૦: સીજેપીના પેપરલીક આંદોલન મુદ્ે જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ પર થયેલા પેલેટગનના ઉપયોગ સામે આજે રાજ્યસભામાંથી વિરોધપક્ષોએ વોક આઉટ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ વિપક્ષો પર નકારાત્મક રાજનીતિનો આરોપ મુકયો હતો. બીજી તરફ વિપક્ષોએ સંસદ સંકુલમાં ચંદાચોરીના મુદ્ે જોરદાર સુત્રોચ્ચાર સાથે વિરોધ-પ્રદર્શન કર્યું હતુ. અને આ મુદે લોકસભામાં પ્રભાવી રીતે પડઘાયો હતો. આમ, સરકાર સંસદના બન્ને ગૃહોમાં બેક ફૂટ પર નજરે પડી હતી. વિપક્ષોએ પેપરલીકના મુદ્ે સરકારને ઘેરી છે અને તેઓ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને દમનના આક્ષેપ સાથે અમિત શાહનો જવાબ માંગી રહ્યા છે, તો બીજી તરફ વિવિધ મુદ્ે મોદી સરકારને ચોતરફથી ઘેરી રહ્યા છે. હોબાળાના કારણે લોકસભામાં બપોર સુધી કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ હતી.
આજે સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં વિપક્ષી સાંસદોએ ગુરુવારે સવારે ૧૦:૩૦ વાગ્યે મકર દ્વાર પર પ્રદર્શન કર્યું. તેમણે ૨૦ જુલાઈએ જંતર-મંતર પર વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અને અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના મામલે કેન્દ્ર સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. પ્રિયંકા ગાંધી પ્રદર્શનમાં સામેલ થયાં હતાં.
રાજ્યસભામાં આજે પેપર લીક સંબંધિત પબ્લિક એક્ઝામિનેશન સંશોધન વિધેયક-૨૦૨૬ રજૂ કરવામાં આવશે. તેના પર બપોરથી લગભગ સાત કલાક ચર્ચા થવાની સંભાવના છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટી નેતા મુકુલ વાસનિક સહિત વિપક્ષના ઘણા સાંસદો ચર્ચામાં ભાગ લેશે. પેપર લીક સંબંધિત બિલ બુધવારે લગભગ સાત કલાકની ચર્ચા પછી લોકસભામાં પસાર થયું હતું. સરકારે તેને પેપર લીક વિરુદ્ધ એક મોટું પગલું ગણાવ્યું હતું, જ્યારે વિપક્ષનું કહેવું હતું કે ફક્ત સજા વધારવાથી સમસ્યા સમાપ્ત થશે નહીં, પરીક્ષા સિસ્ટમમાં સુધારા પણ જરૂરી છે.
સંસદના ચોમાસુ સત્રનો ગુરુવારે નવમો દિવસ છે. સંસદ માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જને લઈને વિપક્ષ સતત હોબાળો કરી રહૃાું છે. જ્યારે સત્તા પક્ષ પણ રાહુલ ગાંધી પાસેથી લોકસભામાં તેમના 'ઈડિયટ' અને 'અંધભક્ત' વાળા નિવેદનોને લઈને માફીની માંગ કરી રહૃાું છે. આજે પણ સંસદમાં હોબાળાની શક્યતા છે.
કોંગ્રેસ સાંસદ કે.સી. વેણુગોપાલે કહૃાું કે દિલ્હીમાં પોલીસ કાર્યવાહીનો આદેશ કોણે આપ્યો. દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર ગોળી ચલાવવાનો આદેશ કોણે આપ્યો. અમને ભારતના ગૃહમંત્રી પાસેથી જવાબ જોઈએ છે. ભારતના ગૃહમંત્રી સંસદથી કેમ ભાગી રહૃાા છે. હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી આજે પણ બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી.
સાંસદોએ ૨૦ જુલાઈએ સીજેપી પ્રદર્શનકારીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીને લઈને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો અને કાર્યવાહીની જવાબદારી નક્કી કરવાની માંગ કરી.
કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ લોકસભામાં સ્થગન પ્રસ્તાવની નોટિસ આપીને નવા પક્ષપલટા વિરોધી કાયદા પર ચર્ચાની માંગ કરી. તેમણે કહૃાું કે વર્તમાન કાયદામાં ફેરફાર કરીને એવી કાનૂની માળખું બનાવવામાં આવે, જેનાથી તકવાદી રાજકીય પક્ષપલટા પર રોક લાગે, પરંતુ સાંસદો અને ધારાસભ્યોના પ્રામાણિક અસંમતિનો અવાજ પણ સુરક્ષિત રહે.
હાલમાં સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ અને સાંસદ કપિલ સિબ્બલની તે અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે, જેમાં ૧૦મી અનુસૂચિના તે જોગવાઈને પડકારવામાં આવી છે, જેના હેઠળ પક્ષના વિલિનીકરણ દ્વારા ધારાસભ્ય કે સાંસદ ગેરલાયકાતથી બચી શકે છે. કોર્ટે પણ કાયદાના કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઉઠાવતા કહૃાું હતું કે આ મુદ્દે સંસદમાં ચર્ચા થવી જોઈએ.
ચોમાસુ સત્રના છેલ્લા ૮ દિવસની કાર્યવાહી દરમિયાન અવાર-નવાર કાર્યવાહી ખોરવાઈ છે. તા. ૨૯ જુલાઈના લોકસભામાં પેપર લીક રોકવા માટેનો કડક કાયદો પસાર થયો છે.
લોકસભામાં પ્રહ્લાદ જોશીને શિક્ષણ મંત્રી બનાવવા પર પણ હંગામો થયો હતો. સંસદની બહાર રાહુલ ગાંધીએ કહૃાું કે સરકારે રેપિસ્ટની પેરવી કરનાર વ્યક્તિને શિક્ષણ મંત્રી બનાવ્યા છે.
ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં 'રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ (સંશોધન) વિધેયક, ૨૦૨૬' રજૂ કર્યું. 'વંદે માતરમ્'ના અપમાન અથવા તેના ગાયનમાં જાણી જોઈને અવરોધ ઊભો કરવાને દંડનીય અપરાધ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. લોકસભાની કાર્યવાહી વિપક્ષના હોબાળાને કારણે ચાલી શકી નહીં. અહીં વિપક્ષ સાથે મળીને કોંગ્રેસે મંગળવારે બપોરે ૩:૩૦ વાગ્યે પીએમ મોદીના સત્તાવાર નિવાસસ્થાન ૭, લોક કલ્યાણ માર્ગ પાસે ધરણાં કર્યા હતાં.
મોનસૂન સત્રના બીજા દિવસે મંગળવારે એનડીએ અને ઈન્ડિયા ગઠબંધનના સાંસદોની બેઠક થઈ. જ્યારે વિપક્ષના હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી. મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં જંતર-મંતર પર થયેલા કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન પર કહૃાું- જંતર-મંતર પર બાળકો એકઠા થયા, તેમના અવાજને દબાવવામાં આવી રહૃાો છે. સરકારે તેમના પર લાઠીચાર્જ કર્યો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial