Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં સજા થયા પછી એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીની કરાઈ અટક

મેઘપર પોલીસે દબોચી લઈ જેલહવાલે કર્યાે:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: લાલપુરના ખટીયા ગામના એક શખ્સને ચેક પરતના કેસમાં સજા થયા પછી આ શખ્સ નાસતો ફરતો હતો તેને મેઘપર પોલીસે પકડી પાડ્યો છે અને જેલહવાલે કર્યાે છે.

લાલ૫ુર તાલુકાના ખટીયા ગામના પાટીયા પાસે વસવાટ કરતા સામતભાઈ ખોડુભાઈ લાલવાણી નામના કોળી શખસ સામે ગયા વર્ષે જામનગરની કોર્ટમાં ચેક પરતની ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપીને એક વર્ષની કેદ ફટકારી હતી.

હુકમ સમયે આરોપી અદાલતમાં હાજર ન હોવાથી તેની સામે સજાનું વોરંટ ઈસ્યુ કરાયું હતું. આ શખસની ચાલી રહેલી શોધખોળ દરમિયાન ગઈકાલે મેઘપર પોલીસે તેને ખટીયા ગામના પાટીયા પાસેથી પકડી પાડ્યો છે. આ શખ્સને જેલહવાલે કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh