Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં છેલ્લા છ મહિનામાં ૧૨૨ ખાદ્ય નમૂનાઓનું પરીક્ષણ કરાયું

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગર જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વર્ષ ૨૦૨૬ના પ્રથમ ૬ માસ દરમિયાન ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા ખોરાક અને ઔષધ નિયામક કચેરી દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ ખાદ્ય પદાર્થોના નમૂનાઓનું પરીક્ષણ, નાપાસ નમૂનાઓ સામે કાયદેસરની કાર્યવાહી તેમજ ફૂડ સેફ્ટી અંગે જનજાગૃતિના કાર્યક્રમો સતત અમલમાં મૂકવામાં આવ્યા છે.

આ સમયગાળા દરમિયાન વિભાગ દ્વારા કુલ ૧૨૨ ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તે પૈકી ૩૬ નમૂનાઓના પૃથક્કરણ અહેવાલ પ્રાપ્ત થયા છે, જેમાંથી ૧ નમૂનો નાપાસ જાહેર થયો છે જ્યારે બાકીના નમૂનાઓ પરીક્ષણ હેઠળ છે. વધુમાં, ગત એક વર્ષ દરમિયાન નાપાસ જાહેર થયેલા ૮ નમૂનાઓ સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમાં ૦૬ નમૂનાઓ પનીર અને ૦૧-૦૧ નમૂનાઓ ખોયા તથા ખજૂરનો સમાવેશ થાય છે.

વિભાગને સરકાર દ્વારા ફાળવવામાં આવેલા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાહન મારફતે વિવિધ વિસ્તારોમાં મોબાઇલ ફૂડ ટેસ્ટિંગ, ખાદ્ય પદાર્થોના નમૂનાઓનું સ્થળ પર જ પરીક્ષણ, તેમજ ખાદ્ય વ્યવસાયકારો અને નાગરિકોમાં ફૂડ સેફ્ટી અંગે જાગૃતિ લાવવા માટે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે.

ઉપરાંત, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અંગે શંકા જણાય અથવા કોઈ ફરિયાદ હોય તો નાગરિકો પાસેથી અરજી સ્વીકારી જરૂરી તપાસ અને અનુરૂપ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh