Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા આસામીની ફરિયાદઃ
જામનગર તા. ૩૦: જામનગરના એક આસામી સામે જમણવારના રૂ।.૮ લાખ ૬૮ હજાર ન ચૂકવવા અને ઉઘરાણી કરાતા મારી નાખવાની ધમકી અપાયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. નગરના આ આસામી સામે વર્ષ ૨૦૨૩ના નવરાત્રિ આયોજન અંગે આ ચોથી ફરિયાદ પોલીસ દફતરે નોંધાવા પામી છે.
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના વતની અને હાલમાં જામનગરમાં વસવાટ કરતા સંજય ચેતરીયા સામે હાલમાં રાજકોટના મુંજકા ગામમાં રહેતા મૂળ કલ્યાણપુર તાલુકાના દુધીયા ગામના વતની અને ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા હિતેશભાઈ વેજાણંદભાઈ કંડોરીયાએ ગઈકાલે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ વર્ષ ૨૦૨૩ના જુલાઈ મહિનામાં હિતેશભાઈ કંડોરીયાનો સંપર્ક સંજય ચેતરીયાએ કર્યાે હતો. તેણે આશીર્વાદ કલબમાં આદ્ય શક્તિના નામથી નવરાત્રિનું આયોજન કરવું છે તેમ જણાવ્યા પછી તેમાં જમણવાર કરવાનું નક્કી કર્યું હતું. તે માટે રૂ।.૮ લાખ ૬૮ હજાર નક્કી કરવામાં આવ્યા હતા. તે પછી આ રકમ ચૂકવવામાં આવી ન હતી. તેથી હિતેશભાઈએ ઉઘરાણી કરી હતી.
ઉઘરાણીની સામે ગેરશબ્દ બોલી જાનથી મારી નાખવાની ધમકી અપાતા હિતેશભાઈએ ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ એલ.બી. જાડેજા દ્વારા તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial