Advertisement
Author: નોબત સમાચાર

મધ્યપ્રદેશમાં મગના મૂલ્ય મામલે ભાજપ સરકાર સામે ખેડૂતોનું આંદોલનઃ સરકાર ઝુકી

વિદ્યાર્થીઓ પછી હવે ખેડૂતો ખફાઃ મગનું નામ મરી નહીં પાડવા જેવો ઘાટ સર્જાયો હતો

                                                                                                                                                                                                      

ભોપાલ તા. ૩૦: જંતર મંતર પર ઝેન-ઝેડના વિદ્યાર્થીઓ આંદોલને કેન્દ્રની ભાજપ-એનડીએની સરકારને ઝુકાવ્યા પછી હવે ખેડૂતો ખફા છે અને મધ્યપ્રદેશ સહિતના કેટલાક રાજ્યોમાં ખેડૂતોએ અવાજ ઉટાવ્યો છે અને તેમાં પણ મધ્યપ્રદેશમાં મગના ટેકાના ભાવોના મુદ્દે મેદાને પડેલા ખેડૂતોએ મધ્યપ્રદેશની ભાજપ સરકાર સામે આંદોલન ઉદારતા ભૂતકાળમાં થયેલા કૃષિ આંદોલન પછી ફરીથી જગતનો તાત દુભાયો હતો અને બબ્બે વખત આંદોલન કરવું પડયું હતું.

ખેડૂત અગ્રણીઓ અને મધ્યપ્રદેશ સરકાર વચ્ચે થયેલી વાટાઘાટો પછી ગઈકાલે મધ્યપ્રદેશના ખેડૂત કલ્યાણમંત્રી ઐદલસિંહ કંસાનાએ ખાસ પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેરાત કરી હતી કે મધ્યપ્રદેશ સરકારે ટેકાના ભાવે ૪.૪૫ લાખ મેટ્રીક ટન મગ ખરીદવાનું નક્કી કર્યું છે, અને ટેકાના ભાવે ખરીદીનું પ્રમાણ પહેલા કુલ ઉત્પાદનના ૨૫ ટકા હતું, જે હવે ૬૦ ટકા કરી દેવાયું છે, જેથી ખેડૂતોને પ્રતિ હેકટર અંદાજે ત્રણ ક્વિન્ટલ સુધી એમએસપીનો લાભ મળશે. સરકારે સ્લોટ બુકીંગની અંતિમ તારીખ પણ ૩૦ જુલાઈથી વધારીને ૧૦ ઓગષ્ટ કરી દીધી છે, અને ટેકાના ભાવે ખરીદીની તારીખ પણ ૨૦ ઓગષ્ટ સુધી લંબાવી દીધી છે. તે ઉપરાંત ઈ-ટોકનના સંદર્ભે ખેડૂતોને થતી મુશ્કેલીઓ અંગે મુખ્યમંત્રીઓ અને કૃષિ ઉત્પાદન આયોગના પ્રમુખના અધ્યક્ષસ્થાને એક હાઈપાવર કમિટી રચવાનો નિર્ણય પણ જાહેર કરાયો હતો. આ કમિટી "સિસ્ટમ"ની તલસ્પર્શી સમીક્ષા કરીને જે સુધારા-વધારાની ભલામણ કરશે, તે અમલમાં મુકવા સરકાર હકારાત્મક પ્રયાસો કરશે, તેવા દાવાઓ પણ કરાયા છે.

આ ઉપરાંત જ્યાં સુધી ઈ-ટોકન સિસ્ટમની સમીક્ષા કરીને સુધારા-વધારા ન થઈ જાય, ત્યાં સુધી આ વ્યવસ્થાને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાની જાહેરાત પણ ખેડૂતોએ કરી દીધી હતી.

આ પ્રકારની સહમતિ સાથેની સમજૂતિ થઈ ગઈ હોવાની પહેલા જાહેરાત કરી હતી, પરંતુ તે પછી ખેડૂતોએ આંદોલન યથાવત રાખ્યાનું જાહેર કરી દેતા સસ્પેન્સ સર્જાયું છે, અને મધ્યપ્રદેશની ભાજપ સરકાર તથા કેન્દ્રીય કૃષિમંત્રી પણ ભીંસમાં મુકાયા હતા.

એક કહેવત છે કે "મગનું નામ મરી પાડતા નથી", તે અહીં આબેહૂબ ફીટ બેસે છે, કારણ કે ખેડૂતોને સરકારમાં પૂરેપૂરો ભરોસો બેસતો નથી તથા સરકારે કેટલાક મુદ્દે ગોળ ગોળ વાતો કરીને માત્ર આશ્વાસનો આપીને ખેડૂતોને ગૂમરાહ કર્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા હતા, જેથી કન્ફ્યુઝન ઊભું થયું હતું.

આ પહેલા સંયુક્ત કિસાન મોરચાના બેનર સાથે "કિસાન ક્રાંતિ યાત્રા" નીકળી હતી, અને કેટલાય સ્થળે ખેડૂતોએ બેનરો તોડયા હતા. તથા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેના ઘર્ષણમાં બેકીકેડીંગ તૂટ્યા હતા. જો કે, અહેવાલો મુજબ બંને તરફથી સંયમ જાળવવાની અપીલો તથા પ્રયાસો પછી શાંતિપૂર્વક આંદોલન ચાલ્યું હતું, અને ખેડૂતોએ આખી રાત ભોપાલની સડકો પર વિતાવી હતી.

તે પછી ખેડૂતો-સરકાર વચ્ચે અંતે સમજૂતિ થઈ હતી, જેમાં સરકારે ખેડૂતોની મહત્તમ માંગણીઓ સ્વીકારી લીધી હતી.

જંતર મંતરના સીજેપીના સફળ આંદોલન તથા ભૂતકાળમાં ત્રણ કૃષિ કાયદાના કિસાન આંદોલનમાંથી ભાજપ સરકારે બોધપાઠ લીધો હોય તેમ મધ્યપ્રદેશમાં ખેડૂતોના વાજબી આંદોલન સામે પણ ભાજપ સરકારને ઝુકવું પડયું છે, તે દર્શાવે છે કે દેશમાં ભયનો માહોલ ધીમે ધીમે ઓસરી રહ્યો છે અને લોકતાંત્રિક નિડરતા પુનઃ સ્થાપાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh