Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બનાવની પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈઃ
જામનગર તા. ૩૦: જામનગરના હાપા નજીક આવેલા મોટરના એક શોરૂમમાં નોકરી કરતા યુવાન ગઈકાલે સાંજે ફરજ પર હતા ત્યારે તેઓને કોઈ રીતે વીજ આંચકો લાગતા તેઓનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. પોલીસે બનાવની તપાસ શરૂ કરી છે.
જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા હાપા નજીક એક મોટરના શો-રૂમમાં નોકરી કરતા વલ્લભભાઈ નાનજીભાઈ માણેક ઉર્ફે રાહુલભાઈ નામના યુવાન ગઈકાલે શો-રૂમમાં ફરજ પર હતા ત્યારે તેઓને કોઈ રીતે વીજ આંચકો લાગ્યો હતો.
આ યુવાન ફેંકાઈ ગયા હતા. શો-રૂમમાં નોકરી કરતા અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા. તેઓએ રાહુલભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ કરી તે પછી ફરજ પરના તબીબે આ યુવાનને મૃત્યુ પામેલા જાહેર કરતા પોલીસ તથા મૃતક યુવાનના પરિવારજનો દોડી ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial