Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના વસંતપુર પાટીયા પાસે હોટલમાં ચાલતા જુગારધામ પર દરોડોઃ સાત પકડાયા

ક્રિષ્ના પાર્કમાં તીનપત્તી રમતા છ સામે કાર્યવાહીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરના હાપા નજીકના ક્રિષ્ના પાર્કમાં ખુલ્લા પ્લોટમાંથી ગઈકાલે સાંજે તીનપત્તી રમતા છ શખ્સ ઝડપાયા છે. પટમાંથી રૂ।.૪૪૫૨૦ કબજે કરાયા છે. જ્યારે જામજોધપુરના વસંતપુર પાટીયા પાસે હોટલમાંથી જુગારધામ ઝડપાયું છે. તીનપત્તી રમતા સાત રૂ।.૧૨,૪૮,૫૦૦ના મુદ્દામાલ સાથે મળી આવ્યા છે.

જામનગર નજીકના હાપા પાસે આવેલા ક્રિષ્ના પાર્કમાં એક મકાન પાછળ ખુલ્લા પ્લોટમાં ગઈકાલે સાંજે કેટલાક શખ્સો એકઠા થઈ ગંજીપાનાથી જુગાર રમતા હોવાની બાતમી પરથી પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફે દરોડો પાડયો હતો.

આ સ્થળેથી મિથુન કારૂભાઈ તુવેર, રવિ કારાભાઈ જાદવ, યશપાલસિંહ હરેન્દ્રસિંહ જાડેજા, જીગર લક્ષ્મણભાઈ લૈયા, કમલેશ મનસુખભાઈ ભટ્ટી, સહદેવસિંહ ગુમાનસિંહ સોઢા નામના છ શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૪૪૫૨૦ રોકડા કબજે કરવામાં આવ્યા છે.

જામજોધપુર તાલુકાના વસંતપુર ગામના પાટીયા પાસે એક હોટલના રૂમમાં ગઈકાલે બપોરે જુગાર રમાડાતો હોવાની બાતમી પરથી જામજોધપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે કેતનભાઈ માંકડીયાની હોટલના રૂમ નં. ૨૦૭માં દરોડો પાડ્યો હતો.

આ સ્થળે નાલ ઉઘરાવી જુગાર રમાડતા કેતન જમનભાઈ માંકડીયા તથા ગંજીપાનાથી જુગાર રમતા દીપક જયંતિભાઈ ભોજાણી, કિરણભાઈ મનસુખભાઈ માંકડીયા, બિપીનભાઈ વિઠ્ઠલભાઈ દલસાણીયા, કેતનભાઈ જયંતિભાઈ કાલરીયા, હીરેન જમનભાઈ માંકડીયા, દિનેશભાઈ શાંતિલાલ કનેરીયા નામના  છ શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૧,૯૩,૫૦૦ રોકડા, સાત મોબાઈલ, બે મોટર મળી કુલ રૂ।.૧૨ લાખ ૪૮,૫૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તમામ સાત સામે જુગારધારાની કલમ ૪, ૫ હેઠળ ગુન્હો નોંધાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh