Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યમાં અનેક બદતર અને બિસ્માર ધોરીમાર્ગો છતાં
અમદાવાદ તા. ૩૦: ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં પાંચ વર્ષમાં કરોડોનો ટોલટેકસ વસુલ્યુ છે, જે ઉઘાડી લૂંટ સમાન છે.
ગુજરાતમાં અનેક બદતર અને બિસ્માર નેશનલ હાઇવે છતાં વાહનચાલકો પાસેથી ટોલટેક્સ ઉઘરાવાય છે. છેલ્લા ૫ વર્ષમાં ૨૪,૮૧૩ કરોડ વસૂલાયા છે, જે નિર્માણ ખર્ચ કરતાં વધુ છે. વરસાદમાં ધોવાયેલા રસ્તાઓને કારણે વાહનચાલકો હેરાન છે, છતાં સરકાર મૌન છે. ટોલનાકાની સંખ્યા વધીને ૬૬ થઈ છે, છતાં રસ્તાની હાલત બદલાઈ નથી.
આમ જનતાને બેવડો માર પડી રહૃાો છે. ગુજરાતમાં કેટલાય ઠેકાણે નેશનલ હાઇવે અત્યંત બિસ્માર અવસ્થામાં હોવા છતાં વાહનચાલકો પાસેથી સતત ટોલટેક્સ ઉઘરાવવામાં આવી રહૃાો છે. એક તરફ ખખડધજ અને ખાડાવાળા રસ્તાઓને કારણે વાહનોને ભારે નુકસાન થઈ રહૃાું છે અને સામાન્ય જનતાની કમર તૂટી રહી છે.
બીજી તરફ વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ રાહત આપ્યા વિના લોકોના ખિસ્સા ખાલી કરવામાં આવી રહૃાા છે. આમ, વાહનચાલકો અત્યારે બેવડો માર સહન કરી રહૃાા છે. ચોંકાવનારી વિગત એ છે કે છેલ્લાં એક જ વર્ષમાં વાહનચાલકો પાસેથી કુલ મળીને રૂ. ૬,૩૫૨ કરોડ ટોલટેક્સના નામે ઉઘરાવવામાં આવ્યા છે.
સરકારી આંકડાઓ અનુસાર, છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યમાં ટોલટેક્સ પેટે વાહનચાલકો પાસેથી કુલ મળીને રૂ. ૨૪,૮૧૩ કરોડ જેટલી માતબર રકમ વસૂલવામાં આવી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હાઇવેના નિર્માણ પાછળ થયેલા કુલ ખર્ચ કરતાં પણ વધુ રકમ ટોલટેક્સ દ્વારા વસૂલ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત, નિયમ મુજબ ફાસ્ટેગ ન ધરાવતા અથવા ટેકનિકલ ખામીવાળા વાહનચાલકો પાસેથી દંડ પેટે પણ રૂ. ૭૮.૫૮ કરોડ ખંખેરી લેવામાં આવ્યા છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસામાં ભારે વરસાદ વરસી રહૃાો છે, જેના પરિણામે રાજ્યના શહેરો, જિલ્લા માર્ગો અને મુખ્ય હાઇવે ધોવાઈ ગયા છે. રસ્તાઓની આ દુર્દશા અને ઠેર-ઠેર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકો ભારે હેરાનગતિ ભોગવી રહૃાા છે. હાઇવે ઓથોરિટીની આ ઘોર બેદરકારીને કારણે સરકાર પર ચારેકોરથી માછલાં ધોવાઈ રહૃાા છે. જનતા અને વાહનચાલકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હોવા છતાં સરકારે આ ગંભીર મુદ્દે મોં સીવી લીધું છે.
ચોમાસું તો મળતિયા કોન્ટ્રાક્ટરો માટે કમાણીની સિઝન બની ગયું છે. ચોમાસા બાદ હવે રસ્તાની મરામતના નામે ફરીથી કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવશે અને કરોડો રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૧માં ગુજરાતમાં હાઇવે પર ૩૮ ટોલટેક્સ નાકા હતા, જે વધીને વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં ૬૬ સુધી પહોંચી ગયા છે. ટોલનાકાની સંખ્યામાં આટલો મોટો વધારો થયા પછી પણ રસ્તાની હાલત બદલાઈ નથી. જેથી હવે હેરાન-પરેશાન થયેલા વાહનચાલકો સરકારને સીધો સવાલ પૂછી રહૃાા છે કે જો રસ્તા જ સારા ન આપવાના હોય, તો પછી આટલો મોંઘો ટોલટેક્સ ઉઘરાવવાનું કારણ શું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial