Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કલેકટરશ્રી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૩૧ઃ આજથી સાડા ત્રણ વર્ષ પહેલા પુના તથા રાજસ્થાનના દંપતી દ્વારા ભારત સરકારના સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી (કારા), મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ન્યુ દિલ્હીને બાળક દત્તક લેવા માટે અરજી કરેલ હતી, જે અરજીને ગ્રાહ્ય રાખી દંપતીના ઘર તપાસ અહેવાલ તથા કાયદાકીય તમામ પુરાવાના આધારે આ દંપતીઓએ ગુજરાતનું બાળક દત્તક લેવાની ઈચ્છા દર્શાવતા ભારત સરકાર તથા બાળ કલ્યાણ સમિતિ દ્વારા બાળકોને કાયદાકીય રીતે દત્તક વિધાન માટેની મંજુરી મળ્યા પછી આજથી ત્રણ માસ અગાઉ શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના બે બાળકોનું રેફરલ આપતા દંપતીઓ દ્વારા બાળકની પસંદગી દર્શાવેલ. જેના આધારે જિલ્લા એડોપ્શન કમિટી જામનગર દ્વારા દત્તક દંપતીઓના પુરાવા તથા ઘર તપાસ અહેવાલ ચકાસી બાળકને પ્રી-એડોપ્શનમાં આપવા એડોપ્શન કમિટી દ્વારા પસંદ કરવામાં આવ્યા હતાં. જેના આધારે જિલ્લા કલેકટર શ્રી બી.એ.શાહ દ્વારા આખરી આદેશ અપાયા પછી આ બાળકોની દત્તક વાલીઓને સોંપણી કરવામાં આવી છે.
બાળકોને દત્તક લીધેલ વાલીઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, અમને સરકારના વિવિધ વિભાગો તેમજ સંસ્થાઓ દ્વારા અકલ્પનિય સહયોગ પ્રાપ્ત થયો. ખૂબ જ બારીકાઈપૂર્વક સરકારી તંત્ર દ્વારા તમામ પ્રકારના આયોજનો હાથ ધરવામાં આવ્યા હતાં જેના કારણે આજે અમારો પરિવાર પરિપૂર્ણ બન્યો છે. બાળકોના આગમનથી અમારા જીવનમાં અનહદ ખુશીઓ છવાઈ છે. આ માટે અમે કેન્દ્ર તથા રાજ્ય સરકાર, શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ તેમજ અમને આ પ્રક્રિયામાં મદદરૃપ થનાર તમામનો હૃદયપૂર્વક આભાર વ્યકત કરીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, જામનગર સ્થિત શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સ્પેશલાઈઝડ એડોપ્શન એજન્સીની માન્યતા આપવામાં આવી છે. તેમજ સમાજ સુરક્ષા ખાતું ગાંધીનગર દ્વારા બાળ સંભાળ સંસ્થા તરીકેની પણ માન્યતા મળેલ છે. આ સંસ્થા દ્વારા અનાથ, નિરાધાર, ત્યજાયેલા બાળકોને આશ્રય, રક્ષણ તથા શિક્ષણ આપી સમાજમાં પુનઃસ્થાપન કરવાની કામગીરી કરવામાં આવે છે.
આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, બાળ કલ્યાણ સમિતિના સભ્યો જમનભાઈ સોજીત્રા, અશ્વિનભાઈ પંડ્યા, એ.ટી. અત્તરવાલા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.જે. શિયાર, જિલ્લા સુરક્ષા કચેરીના બી.સી. પ્રમાણી, શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરસનભાઈ ડાંગર તથા ખાસ દત્તક સંસ્થાના મેનેજર ઉર્વીબેન સીતાપરા તથા કર્મચારીગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial