Advertisement
Author: નોબત સમાચાર

ત્રણ કરોડની જમીન માટે ખોટું સોગંદનામું કરવા અંગે ગુન્હો નોંધવા અદાલતનો આદેશ

નિવૃત્ત પોલીસકર્મી સહિત બે સામે કાર્યવાહીનો આદેશઃ

જામનગર તા. ૩૧ઃ જામનગરના એક મહિલાએ પોતાની સાથે પ્રેમલગ્ન કરનાર વ્યક્તિ તથા તેના મોટાભાઈ અને નિવૃત્ત પોલીસકર્મી સામે પાંચ વર્ષ પહેલા કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદને અદાલતે દીવાની તકરાર ગણી ગુન્હો દાખલ કર્યાે ન હતો તેની સામે સેશન્સ કોર્ટમાં કરાયેલી અપીલમાં ગુન્હો દાખલ કરવાનો હુકમ થયો છે. જેના પગલે ચકચાર જાગી છે.

જામનગરના નમ્રતાબેન નામના મહિલાના લગ્ન ગઈ તા.૨૦-૧૨-૯૯ના દિને સહદેવસિંહ નાનભા વાઢેર સાથે થયા પછી પુત્ર કૃણાલની પ્રાપ્તિ થઈ હતી. તે દરમિયાન ત્રાસ અપાતો હોવાની રાવ સાથે નમ્રતાબેને ભરણપોષણ મેળવવા માટે પતિ સામે કેસ કર્યાે હતો.

તે પછી લાખાબાવળ ગામમાં આવેલી રે.સ.નં.૨૧૭ પૈકી-ર વાળી ખેતીની જમીનમાં નમ્રતાબેન તથા તેમના પુત્ર કૃણાલનો હિસ્સો પચાવી પાડવા માટે સહદેવસિંહ તથા તેમના ભાઈ અને અગાઉ પોલીસમાં નોકરી કરી રિટાયર્ડ થયેલા ભરતસિંહ નાનભા વાઢેરે બનાવટી વારસાઈ આંબો તૈયાર કરાવી ખોટી હકીકતો રજૂ કરી સોગંદનામુ કર્યું હતું અને રૃા.૩ કરોડની ખેતીની જમીનમાંથી નમ્રતાબેન તથા પુત્ર કૃણાલનો હક્ક જતો રહે તેવી પેરવી કરી હતી.

આ બાબતની જાણકારી મળતા નમ્રતાબેને રેવન્યુ ઓથોરીટીમાંથી રેકર્ડ મેળવ્યા પછી અગાઉ પોલીસમાં અરજી કરી હતી. તેમ છતાં સંતોષકારક કામગીરી ન થતાં આખરે નમ્રતાબેને જામનગરની કોર્ટમાં વર્ષ ૨૦૧૮માં ભરતસિંહ નાનભા, સહદેવસિંહ નાનભા વાઢેર, જે તે વખતના તલાટી મંત્રી સહિત ચાર સામે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૪, ૧૧૪, ૧૨૦ (બી) હેઠળ ફરિયાદ નોંધાવી હતી. કોર્ટેે તે તકરાર દીવાની ગણી ગુન્હો દાખલ કર્યાે ન હતો.

ત્યારપછી નમ્રતાબેને સેશન્સ કોર્ટમાં રીવીઝન કરી તેમાં જણાવ્યું હતું કે, તેણી સાથે સહદેવસિંહે પ્રેમલગ્ન કર્યા છે. તે પછી પુત્રનો જન્મ થયો હતો. અગાઉ સહદેવસિંહે છૂટાછેડાનું લખાણ કરાવી લીધુ હતું. તે માન્ય ન રાખી શકાય તેમ સિવિલ કોર્ટે ઠરાવ્યું હતું. આથી ફરિયાદી અને તેમના પુત્ર સંયુક્ત હિન્દુ કુટુંબના વારસદારો ગણાય તેમ છતાં તેમને છૂપાવીને વારસાઈમાં ખોટી હકીકત જાહેર કરી ખોટો વારસાઈ આંબો તૈયાર કરાયો છે. આથી રીતે ત્રણ કરોડની મિલકત પચાવી પાડવા અંગેનો પ્રથમ દર્શનીય ગુન્હો બને છે. બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપીઓ સામે ગુન્હો બનતો હોવાનું માની ગુન્હો દાખલ કરવા અને કાર્યવાહી કરવા હુકમ કર્યાે છે. નમ્રતાબેન તરફથી વકીલ વી.એચ. કનારા, શ્રદ્ધા કનારા, એસ.બી. વોરીયા, ડી.એન. ભેડા, વી.ડી. બારડ, આર.એ. સફીયા, આર.ડી. સીસોટીયા, રૃપાબેન વસરા, જે.એન. નંદાણીયા, પી.એન. રાડીયા તથા વી.એસ. ખીમાણીયા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh