Advertisement
Author: નોબત સમાચાર

મૂકેશ અંબાણીને ફરી એકવાર મળી મોતની ધમકીઃ હવે માંગ્યા રૃા. ૪૦૦ કરોડ

પ્રાથમિક તપાસમાં મેઈલ બેલ્જિયમથી આવ્યો હોવાનું ખૂલ્યુંઃ

મુંબઈ તા. ૩૧ઃ મુકેશ અંબાણીને અઠવાડિયામાં જ ત્રીજી વખત મોતની ધમકી મળી છે અને હવે ર૦૦ નહીં ૪૦૦ કરોડ માંગ્યા છે. આ પહેલા ર૦ કરોડ અને ર૦૦ કરોડ માંગ્યા હતાં, પ્રાથમિક તપાસમાં આ મેઈલ બેલ્જિયમથી આવ્યો હોવાનું ખૂલ્યું છે.

દેશના ઉદ્યોગપતિઓમાંથી મુકેશ અંબાણીને એક અઠવાડિયામાં ત્રીજી વખત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ધમકી આપનારે પહેલા બે વખતમાં ર૦ કરોડ અને ત્યારપછી ર૦૦ કરોડ રૃપિયાની ખંડણી માંગી હતી, ત્યારે હવે તેણે ૪૦૦ કરોડ રૃપિયાની ખંડણી માંગી છે.

મુકેશ અંબાણીને આ પહેલા શનિવારે ઈમેઈલ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ર૦ કરોડ રૃપિયા માંગ્યા હતાં. આ ઉપરાંત બીજા દિવસે એ જ ઈમેઈલ દ્વારા ફરીવાર ધમકી આપીને રૃપિયા ર૦૦ કરોડની ખંડણી માંગી હતી. ત્યારે હવે ધમકી આપનાર વ્યક્તિએ અંબાણી પાસેથી ૪૦૦ કરોડ રૃપિયાની ખંડણી માંગી છે.

ઉલ્લેખનીય છે કે, અઠવાડિયામાં આ ત્રીજી વખત મુકેશ અંબાણીને ધમકી આપી છે. છેલ્લા ઈમેઈલમાં ખંડણી માંગનાર વ્યક્તિએ લખ્યું છે કે, હવે અમે અમારી માંગ વધારીને ૪૦૦ કરોડ કરી દીધી છે અને જો પોલીસ મને ન શોધી શકે તો તે મારી ધરપકડ પણ કરી શકશે નહીં. હાલ મહારાષ્ટ્રની સાયબર ક્રાઈમ સેલ અને ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ મેઈલ બેલ્જિયમથી આવ્યો હોવાનું સામે આવ્યું છે.

આ અગાઉ ધમકી આપનાર વ્યક્તિએ મુકેશ અંબાણીની કંપનીના ઈમેઈલ આઈડી પર મોકલેલા મેસેજમાં લખ્યું હતું કે, જો તમે અમને ર૦ કરોડ રૃપિયા નહીં આપો તો અમે તમને જાનથી મારી નાખીશું. અમારી પાસે ભારતમાં બેસ્ટ શૂટર્સ છે. આ ઈમેઈલ મળ્યાં બાદ મુકેશ અંબાણીના સિક્યોરિટી ઈન્ચાર્જની ફરિયાદ પર મુંબઈની ગામ દેવી પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે આઈપીસીની કલમ ૩૮૭ અને પ૦૬ (ર) હેઠળ કેસ નોંધ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh