Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક અમેરિકન સાયબર સુરક્ષા ફોર્મનો દાવોઃ
નવી દિલ્હી તા. ૩૧ઃ ભારતમાં સૌથી મોટો સાયબર એટેક થતાં ૮૧.પ કરોડ ભારતીયોનો આધાર ડેટા લીક થયાનો દાવો એક અમેરિકન સાયબર સુરક્ષા ફોર્મે કર્યો છે, જે ચિંતાજનક છે.
આજના આ આધુનિક સમયમાં પર્સનલ ડેટા સોના કરતા પણ વધુ કિંમતી માનવામાં આવે છે. એવામાં અમેરિકાએ રજૂ કરેલ એક અહેવાલ ભારત માટે ચિંતાજનક છે. અમેરિકાના એક સાયબર સુરક્ષા ફોર્મએ એવો દાવો કર્યો છે કે, લગભગ ૬૧.પ કરોડ ભારતીયોનો પર્સનલ ડેટા ડાર્ક વેબ પર લીક થયો છે. એવો દાવો કરવામાં આવે છે કે આ ડેટા નામ, ફોન નંબર, એડ્રેસ, આધાર કાર્ડ અને પાસપોર્ટની જાણકારી સહિત ડેટાની ઓનલાઈન વહેંચણી માટે લીક કરવામાં આવ્યો છે. આ અહેવાલ અનુસાર ડાર્ક વેબની આઈડી દ્વારા એક વ્યક્તિએ બ્રીચ ફર્મ પર એક થ્રેડ પોસ્ટ રજૂ કરી ૮૧.પ કરોડ ભારતીયોના આધાર અને પાસપોર્ટના ડેટાને વહેંચવાની ઓફર કરી હતી. આ અહેવાલમાં તો એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, હન્ટર યુનિટના તપાસકર્તાઓએ ધમકી આપનાર વ્યક્તિ સાથે સંપર્ક કર્યો હતો, જેમાં માહિતી સામે આવી છે કે, ભારતીય આધાર કાર્ડ અને પાસપોર્ટના ડેટાબેઝ ૮૦,૦૦૦ ડોલરમાં વેંચાયો છે.
સૂત્રોને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ હાલ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન દ્વારા આ હેકરની શોધ ચાલી રહી છે. અમુક એવા અહેવાલો સામે આવ્યા છે કે, લીક થયેલ ડેટાબેઝ સાથે સંબંધિત હોઈ શકે છે. એક ટ્વિટર યુઝરે તો એવો પણ દાવો કર્યો કે, એક અજાણ હેકર દ્વારા ૮૦ કરોડથી વધુ ભારતીયોના કોવિડ-૧૯ ના ડેટાબેઝને લીક કર્યો છે. આ ભારતમાં સૌથી મોટો ડેટા લીક થયાનો મામલો છે. લીક થયેલા ડેટામાં નામ, પિતાનું નામ, ફોન નંબર, પાસપોર્ટ નંબર, આધાર નંબર, વ્યક્તિની ઉંમરનો સમાવેશ થાય છે. આ પહેલા જૂનમાં પણ એવી વાતો સામે આવી હતી કે, કોવિન વેબસાઈટ પરથી વીવીઆઈપી સહિત વેક્સિન લીધેલ વ્યક્તિના પર્સનલ ડેટા ટેલિગ્રામ ચેનલમાં લીક થયાની માહિતી પછી સરકારે ડેટા ભંગની તપાસનો આદેશ રજૂ કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial