Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાણીની લાઈનનું જોડાણ કામ ચાલુ
જામનગર તા. ૩૧ઃ જામનગરમાં આજે પાણીની લાઈનનું જોડાણ કામ કરવાનું હોવાથી અનેક વિસ્તારોમાં આજે પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે. સાત રસ્તા સર્કલ, ઓવરબ્રીજના કામમાં નડતર રૃપ મુખ્ય પાણીની પાઈપલાઈન શિફટીંગ કરવામાં આવી હતી. તેનું જોડાણ કામ આજે મંગળવારે તા. ૩૧ ના હાથ ધરવામાં આવી રહ્યું છે. આથી નવાગામ (ઘેડ), બેડી, સોલેરિયમ અને સમર્પણ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે.
નવાગામ (ઘેડ)-એ ઝોન હેઠળના ખડખડનગર, વિનાયક પાર્ક, જાસોલિયા સોસાયટી, ગાયત્રી ચોક, સિદ્ધેશ્વર સોસાયટી, વિવેકાનંદ સોસાયટી, દલિત વાસ, માડમ ફળી, ઈન્દિરા-એ, મધુવન સોસાયટી, ઈન્દિરા-બી, આનંદ સોસાયટી, મિલન સોસાયટી, માતૃ આશિષ ૪ અને પ, કબીરનગર, જસવંત સોસાયટી, નાઘેરવાસ, સરસ્વતી સોસાયટી, માસ્તર સોસાયટી, વિમલ પાર્ક, વિગેરે વિસ્તારો.
બેડી ઝોન-એ હેઠળ આવતા થરી ૧ અને ર, ઈકબાલચોક, શેરે રજાક ચોક પીરોટન ચોક, જામામસ્જિદ, ચાંદની ચોક, કરીમ જામનું નાકું, દેના બેંક, મીલ વિસ્તાર, જોડિયાવાળો ડેલો, હાઉસીંગ બોર્ડ, પાંચની ચાલી, વૈશાલીનગર ૧ થી ૭, રામ મંદિર ચોક, સઢીની ચાલી, ધરારનગર, પાણાખાણ જુનું, એકડેએક બાપુ, વિગેરે વિસ્તાર.
સોલેરિયમ (એ) ઝોન હેઠળ આવતા વાલ્કેશ્વરીનગરી, સ્વસ્તિક સોસાયટી, પારસ સોસાયટી, સદ્ગુરુ કોલોની, હિંમતનગર ૧ થી પ, જયંત સોસાયટી, દ્વારકેશ સોસાયટી, વિકાસગૃહ રોડ, રામેશ્વરનગર, માતૃ આશિષ, પટેલ કોલોની ૧ થી ૮, રોડ નંબર ૪, પટેલ વાડી વિગેરે. સમર્પણ-એ ઝોન હેઠળ આવતા વિસ્તારો ઓશવાળ ર, ૩ અને ૪, પટેલનગરી, કેવલિયા વાડી, શિવમ્ સોસાયટી, મહાવીર પાર્ક, સિદ્ધિ પાર્ક, ગોકુલધામ, દવાબજાર, જોઈસર પાર્ક, વાસાવીરા મયુર વિલા, પંડિત દીનદયાલ આવાસ, ધરારનગર-૧ નો તમામ વિસ્તાર પાણી વિતરણ બંધ રહેશે.
આ વિસ્તારમાં પ્રથમ બંધ રહેલ વિસ્તારમાં બે બીજા દિવસે રૃટિન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે જેની નોંધ લેવા જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઈજનેરએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial