Advertisement
Author: નોબત સમાચાર

કેજરીવાલ હાજીર હો... બીજી નવેમ્બરે હાજર રહેવા દિલ્હીના મુખ્યમંત્રીને ઈડીનું સમન્સ

ભ્રષ્ટાચારના આક્ષેપો પછી દિલ્હીની રાજય સરકારે નવી શરાબ નીતિ રદ્દ કરી હતી

નવી દિલ્હી તા. ૩૧ઃ ઈડીનું કેજરીવાલને સમન્સ મળતા તેમની તા. ર-નવેમ્બરે પૂછપરછ થઈ શકે છે. દિલ્હી એક્સાઈઝ પોલિસીના નામે દિલ્હી સરકારે ૧૭-નવેમ્બર-ર૦ર૧ ના રોજ નવી શરાબ નીતિ લાગુ કરી હતી. પરંતુ ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે સપ્ટેમ્બર-ર૦રર ના અંતમાં તેને રદ્દ કરી દીધી હતી. તેના સંદર્ભે સિસોદીયા અને સંજયસિંહ સામે કેન્દ્રીય એજન્સીઓની તપાસ પછી હવે કેજરીવાલનો વારો આવ્યો છે.

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ દિલ્હીના મુખ્યમંત્રી અને આમઆદમી પાર્ટી (આપ) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલીને દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ર-નવેમ્બરે તેની સમક્ષ હાજર થવા જણાવ્યું છે. અગાઉ સીબીઆઈએ એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રીને પૂછપરછ માટે બોલાવ્યા હતાં. કેજરીવાલને પ્રિવેન્સશન ઓફ મની લોન્ડરીંગ એક્ટ (પીએમએલએ) હેઠળ સમન્સ મોકલવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સી દિલ્હીમાં કેસના તપાસ અધિકારી સમક્ષ હાજર થયા બાદ મુખ્યમંત્રીનું નિવેદન રેકોર્ડ કરશે. આ કેસમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ ઈડીએ કેજરીવાલના નામનો અનેકવાર ઉલ્લેખ કર્યો છે. દિલ્હી સરકારે ૧૭-નવેમ્બર-ર૦ર૧ ના રોજ આ નીતિ લાગુ કરી હતી, પરંતુ ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે સપ્ટેમ્બર-ર૦રર ના અંતમાં તેને રદ્દ કરી દીધી હતી. તપાસ એજન્સીઓ અનુસાર નવી પોલિસી હેઠળ હોલસેલરનો નફો પાંચ ટકાથી વધારીને ૧ર ટકા કરવામાં આવ્યો છે.

એજન્સીઓએ આરોપ લગાવ્યો છે કે, નવી નીતિના પરિણામે નાણાકીય લાભ મેળવવા માટે દારૃના લાયસન્સ આપવામાં અયોગ્ય લોકોને કાર્ટેલાઈઝેશન અને પક્ષપાત થયો છે. દિલ્હી સરકાર અને સિસોદિયાએ કોઈપણ ગેરરીતિનો ઈન્કાર કર્યો છે અને દાવો કર્યો છે કે, નવી નીતિથી દિલ્હીની આવકનો હિસ્સો વધશે.

ઉલ્લેખનિય છે કે, સુપ્રિમ કોર્ટે સોમવારે દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ સાથે સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરીંગના કેસમાં નિયમિત જામીન માટેની દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની અપીલને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, અસ્થાયી રીતે ૩૩૮ કરોડના ટ્રાન્સફરની પુષ્ટિ થઈ છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ વી.એન. ભાટીની ખંડપીઠે કહ્યું છે કે, તેમણે તપાસ એજન્સીઓનું નિવેદન નોંધ્યું છે કે, આ  કેસની સુનાવણી છથી આઠ મહિનામાં પૂર્ણ થશે. ખંડપીઠે કહ્યું કે, જો સુનાવણીની કાર્યવાહીમાં વિલંબ થાય છે, તો સિસોદોયાએ ત્રણ મહિનામાં આ કેસોમાં જામીન માટે અરજી કરી શકશે છે. સર્વોચ્ચ અદાલતે હવે નિષ્ક્રિય થયેલી દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરીંગના કેસમાં દાખલ કરાયેલી સિસોદિયાની બે અલગ-અલગ નિયમિત જામીન અરજીઓ પર પોતાનો ચૂકાદો આપ્યો છે.

સુપ્રિમ કોર્ટે ૧૭-ઓક્ટોબરે બન્ને અરજીઓ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સિસોદિયાની ર૬-ફેબ્રુઆરીએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) કૌભાંડમાં તેમની ભૂમિકા મામલે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી આમ આદમી પાર્ટી (આપ) ના નેતાઓ કસ્ટડીમાં છે. એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ ૯ માર્ચે સિસોદિયાની તિહાર જેલમાં પૂછપરછ કર્યા પછી સીબીઆઈ એફઆઈઆર સંબંધિત મની લોન્ડરીંગના કેસમાં ધરપકડ કરી હતી. સિસોદિયાએ ર૮-ફેબ્રુઆરીએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh