Advertisement
Author: નોબત સમાચાર

હવે તો યુદ્ધ એ જ કલ્યાણ... ઈઝરાયેલના વડાપ્રધાને કર્યો હુંકાર, 'અમે જ જીતીશું સંગ્રામ'

યુદ્ધવિરામ એટલે હમાસ સામે આત્મસમર્પણ... એ શક્ય જ નથી!ઃ નેતન્યાહૂ

નવી દિલ્હી તા. ૩૧ઃ ઈઝરાયેલે યુદ્ધવિરામને હમાસ સામે આત્મસમર્પણ ગણાવીને કહ્યું છે કે, ૯/૧૧ ની જેમ જ આ ઘટનાક્રમમાં પણ કોઈ વિકલ્પ નથી. વડાપ્રધાન નેતન્યાહૂએ કહ્યું કે, હવે યુદ્ધ એ જ માત્ર એક વિકલ્પ છે, અને તેમાં અમે જ જીતીશું.

ઈઝરાયેલ-હમાસ યુદ્ધે વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ૯ હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. એવામાં ઈઝરાયેલના વડાપ્રધાન દ્વારા યુદ્ધવિરામની વાત પર સ્પષ્ટતા સામે આવી છે. ઈઝરાયેલના વડાપ્રધાને અમેરિકાની વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ૯/૧૧ હુમલામાં જેમ યુદ્ધવિરામને કોઈ સ્થાન ન હતું તેમ અહીં પણ યુદ્ધવિરામને કોઈ સ્થાન નથી, કારણ કે તે એક પ્રકારના આત્મસમર્પણ જેવું છે.

ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ ગઈકાલે મીડિયા સાથે વાતચીત દરમિયાન યુદ્ધવિરામને લઈ તેમનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે, હું યુદ્ધવિરામને લઈને ઈઝરાયેલની સ્થિતિ સ્પષ્ટ કરૃ છું. ૭ ઓક્ટોબરથી શરૃ થયેલ આ યુદ્ધમાં યુદ્ધવિરામને કોઈ સ્થાન નથી. યુદ્ધવિરામ કરવું તે ઈઝરાયેલ માટે હમાસ સામે આત્મસમર્પણ સમાન છે.

નેતન્યાહૂએ વધુમાં જણાવ્યું કે, હવે સમય આગી ગયો છે કે, લોકોને ભવિષ્ય માટે લડવું છે કે પછી આતંકી સામે આત્મસમર્પણ કરવું છે. ૭ ઓક્ટોબરે જે થયું તે મને યાદ અપાવે છે કે આપણે હુમલાખોરો સામે જ્યાં સુધી લડીશું નહીં ત્યાં સુધી સારા ભવિષ્યનું ઘડતર કરી શકશું નહીં. હુમલાખોરોનો ઉદ્દેશ્ય આપણા ભવિષ્યને નાશ કરવાનો છે. તેમણે એમ પણ કહ્યું કે, ઈઝરાયેલે યુદ્ધ શરૃ નથી કર્યું, પરંતુ આ યુદ્ધ અમે જીતીશું.

ઈઝરાયેલના પી.એમ.એ કહ્યું કે, હમાસને ફંડ આપવામાં ઈરાન મહત્ત્વની ભૂમિકા છે. આ યુદ્ધમાં હમાસના આતંકીઓએ લોકોને જીવતા સળગાવી દીધા. ઉપરાંત હમાસના આતંકીઓએ યહુદ્દીઓનો નરસંહાર કર્યો, બાળકોના અપહરણ કર્યા માટે હવે આ યુદ્ધ સાચા અને ખોટાના ભેદ વચ્ચેની લડાઈ છે. ગઈકાલે નેતન્યાહૂએ કેબિનેટ બેઠક બોલાવી હતી. આ દરમિયાન તેમણે હમાસની સૈન્ય અને શાસન વ્યવસ્થાને નષ્ટ કરવા અંગે વાત કરી હતી.

નેતન્યાહૂએ કહ્યું કે, અમારા કમાન્ડર અને સૈનિકો દુશ્મનના વિસ્તારમાં લડી રહ્યા છે, પરંતુ તેઓ જાણે છે કે તેમની સરકાર અને લોકો તેમની સાથે છે. હું સૈનિકોને મળ્યો છું. અમારી સેના ઉત્તમ છે. જેમાં ઘણાં બહાદુર સૈનિકો છે. તે બધામાં જીતવાની ભાવના છે. ગાઝા પર ઈઝરાયેલના હુમલામાં મૃતકોની સંખ્યા હવે વધીને ૭૭૦૩ થઈ ગઈ છે જ્યારે અત્યાર સુધીમાં ૧૪૦૦ થી વધુ ઈઝરાયેલી નાગરિકોના મોત થયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh