Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં બાવાજી પરિવારો બાખડી પડ્યાઃ બંને પક્ષે નોંધાવી સામસામી ફરિયાદ

મફ્તમાં પાન લઈ જઈ બે શખ્સે દુકાનદારને કર્યા હડધૂતઃ

જામનગર તા. ૩૧ઃ ખંભાળિયાના બરછાપાડામાં બે બાવાજી પરિવાર વચ્ચે શનિવારે છૂટા હાથની મારામારી થયાની પોલીસમાં ફરિયાદ થઈ છે. પોલીસે બંને પક્ષના ચાર મહિલા સહિત દસ સામે ગુન્હો નોંધ્યો છે. જયારે પાન-ઠંડાપીણાંની  દુકાન ચલાવતા આસામીએ બે શખ્સ સામે મફતમાં માલ લઈ ગાળો ભાંડી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાવી છે.

ખંભાળિયાના બરછા ૫ાડામાં રહેતા ઈશ્વરગીરી ઉર્ફે અજયગીરી પ્રતાપગીરી ગોસ્વામી નામના શખ્સે અગાઉની માથાકૂટનો ખાર રાખી શનિવારે પારસ રમેશગર ગોસ્વામી, રેખાબેન રમેશગર, અલ્પાબેન રમેશગર, જુલી રમેશગર, રમેશગર ત્રિકમગર નામના વ્યક્તિઓએ હુમલો કરી માર માર્યાની ફરિયાદ કરી છે.

તે ફરિયાદની સામે રમેશગર ત્રિકમગરે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં અજયગીરી, સચિનગીરી, ભાવેશગીરી ઉર્ફે ટીનો, હીરેનગીરી, પ્રિયંકાબેન નામના વ્યક્તિઓએ લાકડી, છરી, પાઈપ સાથે રમેશગરના ઘર પાસે ધસી જઈ માર માર્યાની ફરિયાદ કરવામાં આવી છે.

ઉપરોક્ત બંને ફરિયાદ ઉપરાંત ખંભાળિયાના વણકર વાસમાં રહેતા અને નગરનાકા પાસે જલારામ તાંબુલ એન્ડ કોલ્ડ્રીંક્સ નામની દુકાન ચલાવતા રાણાભાઈ હીરાભાઈ રોશીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, બરછા પાડામાં રહેતા અજય ઉર્ફે ઈશ્વરગીરી તેમજ વિરેન્દ્ર ઉર્ફે વિરૃ સંજયગીરી ગોસ્વામી નામના આ શખ્સો અવારનવાર તેમની દુકાને પાન-ઠંડા માટે આવે છે. પૈસા આપ્યા વગર આ શખ્સોએ ગાળો ભાંડી હીરાભાઈને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવા ઉપરાંત દુકાનમાં શીશા અને ડોલ તોડી નાખ્યા હતા. ઉપરાંત વિરેન્દ્રએ રૃા.૨૦૦ માગ્યા પછી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી પાઈપથી થડામાં નુકસાની કરી હતી અને મફતમાં ઠંડા-પીણા આપવાનું કહી ધમકી પણ ઠપકારી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh