Advertisement
Author: નોબત સમાચાર

સત્તર વર્ષ પહેલાં રૃા. એક હજારની લાંચ લેતાં ઝડપાયેલા ઈજનેરને ત્રણ વર્ષની કેદ

રૃા.૧૦ હજારનો દંડ પણ ભરવા આદેશઃ

જામનગર તા. ૩૧ઃ ખંભાળિયા તાલુકામાં સત્તર વર્ષ પહેલા પુલ-નાળા પાસે સાઈન બોર્ડ અને ફલડ ગેઈઝ પોસ્ટ મુકવાનો કોન્ટ્રાક્ટ મેળવનાર એક આસામીએ જે તે વખતના જિલ્લા પંચાયતના માર્ગ-મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર સામે લાંચ માગ્યાની ફરિયાદ કરી હતી. છટકામાં આ અધિકારી રૃા.૧ હજાર સ્વીકારતા ઝડપાયા હતા. તેઓને કોર્ટે ત્રણ વર્ષની કેદસજા ફટકારી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લો અલગ થયો તે પહેલા જામનગર જિલ્લામાં સમાવિષ્ઠ ખંભાળિયાના તાલુકા પંથકમાં પુલ તથા નાળા પાસે સાઈન બોર્ડ તેમજ ફ્લડ ગેઈઝ પોસ્ટ મુકવાનો કોન્ટ્રાક્ટ એક આસામીને મળ્યો હતો.

તે કામ અન્વયે કોન્ટ્રાક્ટર દ્વારા જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના બીલ રજૂ કરવામાં આવતા હતા. રનીંગ બીલ જે તે વખતના નાયબ કાર્યપાલક ઈજનેર-માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના અધિકારી સલીમ હુસેનભાઈ ઠેબાને પ્રાપ્ત થયા હતા. તે બીલ તૈયાર કરવા માટે રૃા.૧૫૦૦ની લાંચ માગવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

કોન્ટ્રાક્ટરે ગઈ તા.૨૮-૪-૨૦૦૫ના દિને કામ પૂર્ણ કર્યું હતું અને રૃા.૧૫૦૦ લાંચ પેટે મગાતા તેઓએ તા.૧-૬-૨૦૦૬ના દિવસે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીએ છટકુ ગોઠવતા લાંચની રકમમાંથી રૃા.૧ હજાર સ્વીકારતા નાયબ કાર્યપાલક ઈજનેર સલીમ ઠેબા ઝડપાઈ ગયા હતા. તેઓની સામે ગુન્હો નોંધાયા પછી આ કેસ ખંભાળિયાની કોર્ટમાં ચાલી જતાં અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી ત્રણ વર્કની કેદ સજા અને રૃા.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh