Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે પ્રથમ દિવસે ૩૪ રખડુ ઢોર પકડાયાઃ ઘાસચારાના ૧૬ વિક્રેતા સામે પોલીસ ફરિયાદ થઈઃ વીડિયોગ્રાફી સાથે બંદોબસ્ત
જામનગર મહાનગરપાલિકા દ્વારા ઢોર નિયંત્રણ-ર૦ર૩ અંતર્ગત રસ્તે રઝળતા પશુઓને પકડવા માટેની પુનઃ ઝુબેશ શરૃ કરવામાં આવી છે, અને આ મામલે મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ બન્યું છે. જામનગરના જિલ્લા કલેક્ટર બી.એ. શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કમિશનર ડી.એન. મોદી, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતની મુખ્ય અધિકારીઓની ટીમ દ્વારા શહેરમાં રસ્તે રઝળતા ઢોરને પકડવા માટેનો ખાસ એક્ન પ્લાન બનાવી લેવામાં આવ્યો હતો, અને હાલ ૧પ દિવસનો પ્રોજેક્ટ તૈયાર કરીને તેને અનુસંધાને ટૂકડીઓને શહેરમાં દોડતી કરી દેવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, નાયબ કમિશનર ભાવેશ જાની, તેમજ કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા સહિત અધિકારીઓના માર્ગદર્શનમાં સોલિડવેસ્ટ શાખાના અધિકારી રાજભા જાડેજાની રાહબરીમાં ઢોર પકડવા માટેના આઠ કર્મચારીઓની બે ટૂકડીઓને દોડતી કરાવવામાં આવી હતી. જેમાં એક ટ્રેક્ટરની ટ્રોલી સાથેનો ડ્રાઈવર જોડાયેલો છે. આ ઉપરાંત મહાનગરપાલિકા તરફથી સેનીટરી ઈન્સ્પેક્ટરને દરેક ટીમમાં એક એક એસઆઈને પણ દોડતા કરાવાયા છે અને સવારે ૮-૩૦ વાગ્યાથી બપોરે અઢી વાગ્યા સુધી શહેરના જુદા જુદા બે વિસ્તારોમાં બે અલગ અલગથી ટીમને તૈનાત કરાઈ છે, જ્યારે બપોર પછી અઢી વાગ્યાથી રાત્રિના દસ પપ વાગ્યા સુધી બીજા રાઉન્ડમાં પણ ટૂકડીઓને દોડતી કરવામાં આવી છે. જે સમગ્ર પ્રક્રિયા માટે પાંચ પોલીસ કર્મચારીનો બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો છે. આ સમગ્ર ઢોર પ્રક્રિયાની પકડવાની ઝુંબેશ દરમિયાન વીડિયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે. આ ઝુંબેશ ગઈકાલથી શરૃ થઈ છે, અને પ્રથમ દિવસે ૩૪ ગાય-બળદ સહિતના રસ્તે રઝળતા ઢોરને પકડી લેવામાં આવ્યા છે અને ડબ્બામાં મોકલી દેવાયા. જામનગર શહેરમાં જાહેરમાં ઘાસચારાનો વેંચાણ કરીને જાહેર માર્ગ ઉપર પશુઓને ખોરાક આપી આડેધડ વિતરણ કરી રહેલા ઘાસચારાના વિક્રેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને શહેરના 'એ' ડિવિઝન તથા 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૧૬ વિક્રેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial