Advertisement
Author: નોબત સમાચાર

પુતિનને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનરઃ હૈદ્રાબાદ હાઉસમાં દ્વીપક્ષિય વાટાઘાટો

રાજઘાટ પર જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિઃ મોદી-પુતિન વચ્ચે અનોખી કેમેસ્ટ્રી

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૫: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું ગઈકાલે પ્રોટોકોલ તોડીને વડાપ્રધાન મોદીએ રેડ કાર્પેટ સ્વાગત કર્યા પછી આજે પણ રાષ્ટ્રપતિ ભવનમાં તેઓને ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતું. તે પછી હૈદ્રાબાદ હાઉસમાં મોદી પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી તથા ભારત- રશિયા વાર્ષિક શિખર સમિટ, પ્રેસ-કોન્ફરન્સ યોજાયા હતા તથા બન્ને દેશો વચ્ચે ડિફેન્સ સહિતના ક્ષેત્રોમાં કરાર પણ થયા હતા.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ૨૩મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે ભારતની મુલાકાતે આવ્યા છે. આજે તેમના પ્રવાસનો બીજો અને મુખ્ય દિવસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પુતિનની આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે, જેમાં વેપાર, સંરક્ષણ અને ઊર્જા સહયોગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

રશિયા-યુક્રેન યુદ્ધ શરૂૂ થયા બાદનો રશિયન રાષ્ટ્રપતિનો આ પ્રથમ ભારત પ્રવાસ છે, જે બંને દેશોના સંબંધોની ગંભીરતા દર્શાવે છે. પુતિન ગઈકાલે દિલ્હીમાં લેન્ડ થયા ત્યારે વડા પ્રધાન મોદીએ તેમનું રેડ કાર્પેટ સ્વાગત કર્યું હતું. સાંજે, પીએમ મોદીએ પુતિન સાથે ડિનરનું આયોજન કર્યું હતું.

રશિયન પ્રમુખ પુતિન અને વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. તે પછી રાષ્ટ્રપતિ મુર્મૂએ પુતિનનુ ઔપચારિક સ્વાગત કર્યુ હતું.

રાષ્ટ્રપતિ ભવનમાં રશિયન પ્રમુખ પુતિનના સ્વાગત અને ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતું. રાષ્ટ્રપતિ ભવનમાં એસ.જયશંકર, દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે.સક્સેના અને સીડીએસ જનરલ અનિલ ચૌહાણ હાજર હતાં. 

આજે વડા પ્રધાન મોદી સાથેની બેઠકમાં અનેક ક્ષેત્રો પર વાતચીત થવાની અને વેપાર, સંરક્ષણ અને ઊર્જા સંબંધિત ઘણા કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા હતી, અને તે મુજબ કરારો થયા છે.

રાષ્ટ્રપતિ પુતિને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે રાજઘાટની મુલાકાત લીધી હતી અને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ અર્પણ કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પછી રાષ્ટ્રપતિ પુતિન અને પી.એમ. મોદી હૈદરાબાદ હાઉસમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ રહી છે, જેમાં મુખ્ય જાહેરાતો થઈ રહી છે.

આજે સાંજે ૭:૦૦ વાગ્યે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરવા માટે પુતિન ફરીથી રાષ્ટ્રપતિ ભવન જશે, અને રાત્રે ૯:૦૦ વાગ્યે ભારતમાંથી રશિયા માટે પ્રસ્થાન કરશે અને તેમનો પ્રવાસ સમાપ્ત થશે.

પુતિન સાથે ભારતની મુલાકાતે સાત અન્ય મંત્રીઓ પણ આવ્યા છે. અને રશિયન સેન્ટ્રલ બેંકના ગવર્નર પણ સામેલ છે. પુતિન અને મોદી બંધ બારણે મુલાકાત પછી રશિયા સાથે ૧૫ વ્યાપારી કરારો સહિત ૨૫ કરારની શકયતા પહેલેથી જ જણાવાઈ રહી હતી.

ભારત અને રશિયા વચ્ચે સ્પેશિયલ એન્ડ પ્રિવિલેજડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ભાગીદારી છે. આ અંતર્ગત બંને દેશો લાંબા સમયથી એકબીજા સાથે હથિયારો, ટેકનોલોજી અને સંરક્ષણ સહયોગ કરતા આવ્યા છે. આ જ સંબંધ હેઠળ એસયુ-૫૭ અને એસ-૫૦૦ જેવા આધુનિક હથિયારો પર વાત આગળ વધારી શકાય છે. આ દિશામાં પુતિનની મુલાકાત પછી બન્ને દેશોએ સારાત્મક કૂચ કરી હોય તેમ જણાય છે.

પીએમ મોદી સાથે પુતિનની બેઠક

નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર      પુતિન વચ્ચેની આ રાજદ્વારી બેઠક ઘણા કારણોસર મહત્વપૂર્ણ છે, અને ઓઇલ સપ્લાય અને ન્યુક્લિયર એનર્જી સેક્ટરમાં સહયોગના નવા માર્ગો શોધવા, ભારતની મહત્ત્વપૂર્ણ એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ અને જીે-૫૭ ફાઇટર જેટ્સની ખરીદી અંગે પણ વાતચીત પછી મહત્ત્વપૂર્ણ જાહેરાતો થઈ રહી છે. રાજકીય પરિવર્તનો વચ્ચે પુતિનનો આ પ્રવાસ ભારત-રશિયાના સંબંધોના મહત્વને દર્શાવે છે, જેમાં બંને દેશો તેમની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માંગે છે. આ પ્રવાસ દરમિયાન મોદી-પુતિન વચ્ચેની ગજબની કેમેસ્ટ્રી પણ જોવા મળી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh