Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ
જામનગર તા. પઃ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-ર૦ર૬ હેઠળ જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરે એસઆઈઆર અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બીએલઓ અને રૂટ સુપરવાઈઝર્સને સન્માનિત કર્યા હતાં.
ભારતીય ચૂંટણી પંચની સૂચના મુજબ ચાલી રહેલા મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અન્વયે હાલના સમયગાળામાં હાઉસ ટુ હાઉસ ગણતરી ફોર્મ પરત લેવાની અને તેને ઓનલાઈન ડીજીટાઇઝડ કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી બુથ લેવલ ઓફિસર્સ મારફત કરવામાં આવે છે. બીએલઓને તેમના મતદાન મથકોના મતદારોની સંખ્યાને આધારે કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં જણાવવામાં આવ્યું છે. જે બુથ લેવલ ઓફિસર્સ અને રૂટ સુપરવાઈઝર્સ દ્વારા ઉત્કૃષ્ટ અને વિશેષ કામગીરી કરવામાં આવી છે તેઓને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી કેતન ઠક્કરે સન્માનિત કરી તેમની સાથે સંવાદ કર્યો હતો.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ બુથ લેવલ ઓફિસર્સને સોપવામાં આવેલ કામગીરી સુંદર રીતે પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તથા જે બીએલઓએ વિશેષ તકનીક અને કયા પ્રકારે ઝડપથી કામગીરી પૂર્ણ કરી તે અંગેની જાણકારી અન્ય બુથ લેવલ ઓફિસર્સને આપી તેમની કામગીરીમાં સહયોગી થવા માટે જણાવ્યું હતું.
જામનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મતવિભાગ પૈકી ૭૬-કાલાવડ માંથી રૂટ નં.૧૩ના સુપરવાઈઝર ભીખાભાઈ પીઠીયા તથા ૧૩૪-ડાંગરાના બીએલઓ રોહિત બાંભવા, ૧૦૦-ધ્રોલ-૭ના બી.એલ.ઓ.શ્રી ગુલામમદોયુદીન પઠાણ, ૧૯૯-કાલાવડ-૧૯ના બી.એલ.ઓ.શ્રી સંજયકુમાર કામાણી, ૭૭-જામનગર (ગ્રામ્ય) વિધાનસભા મતવિભાગ માંથી રૂટ નં.૭ ના સુપરવાઈઝરશ્રી ડૉ.સુનિલ લોહિયા તથા ૨૪૬-ચંદ્રગઢના બી.એલ.ઓ. શ્રી જીતેન્દ્ર ચોવટીયા, ૩૦-વાવડીના બી.એલ.ઓ.શ્રી ભાવિક ડી.પટેલ, ૭૮-જામનગર (ઉત્તર) વિધાનસભા મતવિભાગના રૂટ નં. ૧૬ના સુપરવાઈઝર કેતન ધોળકિયા તથા ૧૫૩-ગુલાબનગરના બી.એલ.ઓ.શ્રી રમેશભાઈ બાબરિયા, ૧૫૧- ગુલાબનગરના બી.એલ.ઓ.શ્રી મયુરભાઈ ખાણધર, ૭૯-જામન ગર (દક્ષીણ) વિધાનસભા મતવિભાગ પૈકી રૂટ નં.૧૦ના સુપરવાઈઝરશ્રી ભાવિક મેઘાણી તથા ૧૧૩-મહાલક્ષ્મી ચોકના બી.એલ.ઓ.શ્રી બાદી ગુલામમહ્યુદીન, ૮૧-રણજીતરોડના બી.એલ.ઓ.શ્રી રામચંદ્ર લાખાણી, ૮૦-જામજોધપુર વિધાનસભા મતવિભાગના રૂટ નં.૨૪ના સુપરવાઈઝરશ્રી સી.જે.સુરેજા અને ૧૦૦-ગોદાવરીના બી.એલ.ઓ.શ્રી નિર્મળાબેન મહેતા, ૨૧૫-ગીંગણી-૨ના બી.એલ.ઓ.શ્રી વારસંકિયા અજયભાઈને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તથા મતદાર નોંધણી અધિકારીશ્રીઓના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરી તેમની કામગીરી બિરદાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટરશ્રી બી.એન.ખેર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આદર્શ બસર, મતદાર નોંધણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial