Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા નજીક આવેલા ધ્રાસણવેલ ગામમાં આવતીકાલે નિઃશુલ્ક નેત્રયજ્ઞ-દંતયજ્ઞ યોજાશે

સુદામા ગ્રુપ તથા જાયન્ટસ ગ્રુપ રોયલના ઉપક્રમે

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૫: દ્વારકા નજીક આવેલા ધ્રાસણવેલ ગામે નીલગણાગીરી મહાદેવ, નાગેશ્વર મેઈન રોડ ૫ર આવેલા શંકર કૈલાશ આશ્રમમાં તા.૬-૧૨-૨૦૨પ ને શનિવારના ધ્રાસણવેલના સુદામા ગૃપ તથા જાયન્ટસ ગૃપ ઓફ જામનગર રોયલના સંયુકત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રયજ્ઞ તથા દંતયજ્ઞનું આયોજન સવારે ૧૦ થી ૧૨ દરમ્યાન કરવામાં આવેલું છે.

આ કેમ્પનું દિપ પ્રાગટય શ્રી શ્રી ૧૦૦૮ અનંતવિભૂષિત મહામંડલેશ્વર સ્વામી શ્રીકૃષ્ણાનંદપુરી મહારાજના શુભહસ્તે થશે. તથા  ધ્રાસણવેલ ગામના સરપંચ કનૈયાભા વાઘા, તલાટીમંત્રી જયદેવસિંહ વાઢેર, આંગણવાડી વર્કર મેનુબેન વાઘા, વીસીઈ હાડાભા વાઘા, ધ્રાસણવેલ પ્રા.શાળાના આચાર્ય રેખાબેન ચૌહાણ ઉપસ્થિત રહેશે. આ કેમ્પમાં ઈન્ડીયન ડેન્ટલ એસોસિએશન જામનગરના ડેન્ટીસ્ટ ડો.ચિંતન પોપટ (કાઈના ડેન્ટલ, જામખંભાળીયા) તથા રામા ચેરીટેબલ આઈ હોસ્પિટલ દ્વારકાના ખ્યાતિપ્રાપ્ત આંખના ડોકટર ગગન યાદવ સેવાઓ આપશે. કેમ્પમાં જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક દવાનું વિતરણ પણ કરવામાં આવશે.

દ્વારકા વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને આ કેમ્પનો લાભ લેવા આયોજકો દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવેલ છે. સાથે સાથે આયોજકો દ્વારા સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે ધ્રાસણવેલ પ્રાથમિક શાળાના ભુલકાઓને ભોજન તથા પ્રોત્સાહક ઈનામોના વિતરણનો પણ કાર્યકમ કેમ્પના સમાપન બાદ રાખવામાં આવેલ છે. કેમ્પને સફળ બનાવવા માટે જાયન્ટસ ગૃપ ઓફ જામનગર રોયલના ફાઉન્ડર વિજયભાઈ રાયઠઠ્ઠા અને ધ્રાસણવેલના સુદામા ગૃપના સાથીમિત્રો જહેમત ઉઠાવી રહયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh