Advertisement
Author: નોબત સમાચાર

જામનગર-લાલપુર રોડ પર અકસ્માતમાં મહિલાનું પતિની નજર સામે મૃત્યુઃ લાલપુર પાસે અકસ્માતમાં યુવાનનું મૃત્યુ

કલ્યાણપુરના નંદાણા પાસે મોટર અથડાતા ટ્રોલીમાંથી ઉછળેલા યુવાન પર કાળનો પંજોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગરના ચેલા ગામનું એક દંપતી મંગળવારે બપોરે દરેડ ગામના બસ સ્ટેન્ડ પાસેથી બુલેટ પર પસાર થતંુ હતું ત્યારે એક ટ્રકે સામેથી ફૂલસ્પીડમાં ધસી આવી અકસ્માત સર્જતા પાછળ બેસેલા મહિલાનું રોડ પર પછડાયા પછી ગંભીર ઈજાના કારણે, પતિની નજર સામે જ મૃત્યુ નિપજ્યુ છે. જ્યારે લાલપુર નજીક એક હોટલ પાસે રાખવામાં આવેલા બાઈક પાછળ બીજુ બાઈક ટકરાઈ પડતા ટેભડા ગામના યુવાનનું મૃત્યુ નિપજ્યું છે અને મંગળવારની રાત્રે એક ટ્રેક્ટરની પાછળ મોટર ટકરાતા ટ્રોલી પલ્ટી મારી ગઈ હતી. તેમાં બેસેલા નંદાણા ગામના યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા ચેલા ગામના વાડી વિસ્તારમાં વસવાટ કરતા સંજયભાઈ દુદાભાઈ ખુંટી તથા તેમના પત્ની શાંતિબેન (ઉ.વ.૩ર) મંગળવારે બપોરે જીજે-રપ-એસ ૮૮૭૭ નંબરના બુલેટ મોટરસાયકલમાં ચેલાથી દરેડ ગામ તરફ આવી રહ્યા હતા.

તેઓ જ્યારે દરેડ ગામના બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યા ત્યારે જીજે-ર૭-યુ ૬૫૫૮ નંબરના ટ્રકે તેઓને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં મોટરસાયકલની પાછળની સીટમાંથી શાંતિબેન રોડ પર પછડાયા હતા અને તેમના જમણા પગ તેમજ શરીરના અન્ય ભાગ પરથી ટ્રકના તોતિંગ પૈંડા ફરી વળ્યા હતા.

ગંભીર રીતે ઘવાયેલા આ મહિલાને ૧૦૮ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. સંજયભાઈ ખુંટીએ ટ્રકના ચાલક સામે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

લાલપુર તાલુકાના ટેભડા ગામના ભીમશીભાઈ જેતશીભાઈ ડાંગર (ઉ.વ.૪૦) નામના યુવાન ગઈ તા.ર૪ની બપોરે જીજે-૧૦-એએસ ૫૮૫૭ નંબરના બાઈકમાં નવી પીપર ગામમાં આવેલા પોતાના ખેતરે જવા માટે નીકળ્યા હતા.

તેઓ જ્યારે લાલપુર નજીકની પરિવાર હોટલ પાસેથી પસાર થતા હતા ત્યારે રોડ પર પડેલા જીજે-૧૦-ડીબી ૭૭૪૫ નંબરના બાઈકની પાછળ ટકરાઈ પડતા ભીમશીભાઈ રોડ પર પછડાયા હતા. માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. મૃતકના નાનાભાઈ લગધીરભાઈ ડાંગરે લાલપુર પોલીસને જાણ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતા શામજીભાઈ હીરાભાઈ નકુમ નામના યુવાન મંગળવારની રાત્રે જયસુખભાઈ અરજણભાઈ સોનગરાના ટ્રોલી સાથેના ટ્રેક્ટરમાં રાત્રે દોઢેક વાગ્યે જતા હતા ત્યારે જીજે-૩૭-બી ૪૪૪૩ નંબરની આઈ-૨૦ મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી. તે મોટરના ચાલકે ટ્રોલીની પાછળ મોટર ટકરાવતા ટ્રોલી ગોથંુ મારી ગઈ હતી અને તેના પર બેસેલા શામજીભાઈ નકુમ રોડ પર જઈ પડયા હતા. માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા આ યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. તેમના ભત્રીજા જયસુખભાઈએ કલ્યાણપુર પોલીસમાં મોટરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh