Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પિતાએ રસોઈ મોડી બનવા બાબતે ઠપકો આપતા તરૂણીનું વિષપાન પછી મૃત્યુઃ
જામનગર તા. ૫: જામનગર નજીકના ગોરધનપર ગામમાં વસવાટ કરતા એક પ્રૌઢના સત્યાવીસ વર્ષના પુત્રીએ ગઈકાલે સવારે પોતાના ઘરે પંખામાં ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. આ યુવતી છએક મહિના પહેલાં છૂટાછેડા થયા પછી ટેન્શન અનુભવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. ધ્રોલના કાતડા ગામમાં એક ખેતમજૂરે પોતાની તરૂણ પુત્રીને રસોઈ મોડી બનવા બાબતે ઠપકો આપતા આ તરૂણીએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી છે અને મીઠાપુર નજીકના દેવપરામાં એકલવાયી જિંદગીથી કંટાળેલા વૃદ્ધે ગળાટૂંપો ખાઈ મોતને ગળે લગાડી લીધુ છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા ગોરધનપર સ્થિત ગ્રીનવીલા સોસાયટીમાં રહેતા મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મોટી ખોખરી ગામના નારણભાઈ ભીખાભાઈ આંબલીયા નામના પ્રૌઢના પુત્રી બંસીબેન (ઉ.વ.ર૭)ના લગ્ન કરવામાં આવ્યા હતા. ત્યારપછી છએક મહિના પહેલાં બંસીબેનના છૂટાછેડા થયા હતા અને ત્યારથી આ યુવતી ગ્રીનવીલા સોસાયટીમાં પિતાના ઘેર વસવાટ કરતા હતા.
આગળ જિંદગીમાં શું થશે તેનું સતત ટેન્શન અનુભવતા અને ગમગીન રહેતા બંસીબેને ગઈકાલે સવારે પોતાના ઘરમાં એક પંખામાં ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની જાણ થતાં પિતા સહિતના પરિવારે બંસીબેનને નીચે ઉતારી ચકાસતા આ યુવતી મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. નારણભાઈ આંબલીયાએ પોલીસને જાણ કરી છે. સિકકા પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ધ્રોલ તાલુકાના કાતડા ગામમાં પરસોત્તમભાઈ અકબરી નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભાણપુર ગામના વતની સુકરમભાઈ લીમજીભાઈ ગણાવા નામના પ્રૌઢની પુત્રી ઉષાબેન (ઉ.વ.૧૬)ને ગઈ તા.૨૭ના દિને રસોઈ બનાવવામાં મોડુ થતાં પિતા સુકરમભાઈએ ઠપકો આપ્યો હતો.
પિતાના ઠપકાથી માઠું લાગી આવતા આ તરૂણીએ સાંજના સમયે તે ખેતર સ્થિત ઓરડીમાં જઈ કોઈ ઝેરી દવાવાળુ ડબલુ મોઢે માંડી લીધુ હતું. આ તરૂણીએ ઝેરી પ્રવાહી પીધાની જાણ થતાં સારવાર માટે પડધરી સ્થિત ખાનગી દવાખાને લઈ જવામાં આવી હતી. ત્યાંથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં તેણીનું મૃત્યુ થયું છે. પિતા સુકરમભાઈએ પોલીસને જાણ કરતા ધ્રોલ પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા મીઠાપુર નજીકના દેવપરા ગામમાં રહેતા બાપુડીયાભા જીવણભા માણેક (ઉ.વ.૬પ) નામના વૃદ્ધ વર્ષાેથી એકલવાયી જિંદગી જીવતા હતા. તેનાથી કંટાળી જઈ ગઈકાલે બપોરે આ વૃદ્ધે પોતાના રહેણાંકના ફળીયામાં આવેલા ઝાડમાં નાળા વડે ગાળીયો બનાવી ગળાટૂંપો ખાઈ લીધો હતો. તેઓનું શ્વાસ રૃંધાઈ જવાથી મૃત્યુ નિપજ્યું છે. આલાભા ઘેલાભા માણેકે પોલીસને જાણ કરી છે. મીઠાપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial