Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લગ્નમાંથી ૫રત આવતી વેળાએ જાનૈયાની કારને અકસ્માત
દહેરાદુન તા. પઃ ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાં આજે વહેલી સવારે એક મોટો કરૂણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા જાનૈયાઓને લઈ જતી એક બોલેરો કાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બારાકોટ નજીક ઊંડી ખીણમાં ખાબકતા પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે, જ્યારે પાંચ અન્ય વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
આ દુર્ઘટના ત્યારે બની જ્યારે ચંપાવતના પાર્ટી બ્લોકના બાલાતારી ગામમાંથી એક લગ્ન સરઘસ ગણાઈ ગંગોલીના સેરાઘાટ પરત ફરી રહ્યું હતું. બારાકોટ નજીક બાગધર વિસ્તારમાં કાર અચાનક ઊંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં. જેમાં પ્રકાશ ચંદ ઉનિયાલ (૪૦), કેવલચંદ્ર ઉનિયાલ (૩પ), સુરેશ નૌટિયાલ (૩ર), ભાવના ચૌબે (ર૮), અને માત્ર ૬ વર્ષના પ્રિયાંશુ ચૌબેનો સમાવેશ થાય છે.
કારમાં સવાર ડ્રાઈવર દેવીદત્ત પાંડે (૩૮) સહિત ધીરજ ઉનિયાલ (૧ર), રાજેશ જોશી (૧૪), ચેતન ચૌબે (પ) અને પી. રામદત્ત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને લોહાઘાટ સબ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ શુક્રવારે વહેલી સવારે માહિતી મળતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અને એસડીઆરએફની ટીમે ભારે મહેનત બાદ ઈજાગ્રસ્તોને અને મૃતદેહોને ખીણમાંથી બહાર કાઢ્યા હતાં. હાલમાં અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. એક સાથે પાંચ લોકોના કરૂણ મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial