Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૮ ડિસે.ના સોમવારે
રાજકોટ તા. પઃ ઉત્તર-પશ્ચિમ રેલવેના ગાંધીનગર-જયપુર સ્ટેશન પર પુનઃવિકાસ કાર્યને કારણે બ્લોક લેવામાં આવશે, જેનાથી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે.
૮ ડિસેમ્બર, ર૦રપ ના ઓખાથી ઉપડનારી ટ્રેન નં. ર૦૯પ૧ ઓખા-જયપુર એક્સપ્રેસ અજમેર સુધી દોડશે. તેથી આ ટ્રેન અજમેર અને જયપુર વચ્ચે આંશિક રીતે રદ્ કરવામાં આવશે, તેમજ ૯ ડિસેમ્બર, ર૦રપ ના જયપુરથી ઉપડનારી ટ્રેન નં. ર૦૯પર જયપુર-ઓખા એક્સપ્રેસ જયપુરને બદલી અજમેરથી ઉપડશે. તેથી આ ટ્રેન જયપુર અને અજમેર વચ્ચે આંશિકરીતે રદ્ કરવામાં આવશે.
ડાયવર્ટ કરેલા રૂટ પર દોડનારી ટ્રેનોમાં તા. ૬-૧ર-ર૦રપ અને ૯-૧ર-ર૦રપ ના ટ્રેન નંબર ર૦૯૩૭ પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ પોરબંદરથી તેના નિર્ધારિત રૂટ ફૂલેરા-જયપુર-રેવાડીને બદલે ડાયવર્ટ કરેલા રૂટ વાયા ફૂલેરા-રીંગસ-રેવાડી થઈને દોડશે. આ ટ્રેન જે સ્ટેશનો નહીં જાય તેમાં કિશનગઢ, ફૂલેરા અને જયપુરનો સમાવેશ થાય છે, તેમજ ૪-૧ર-ર૦રપ અને ૮-૧ર-ર૦રપ ના દિલ્હી સરાય રોહિલ્લાથી ઉપડનારી ટ્રેન નંબર ર૦૯૩૮ દિલ્હી સરાઈ રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ રેવાડી-જયપુર-ફૂલેરાને બદલી ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા રેવાડી-રિંગાસ-ફૂલેરા થઈને દોડશે. આ ટ્રેન જે સ્ટેશનો નહીં જાય તેમાં જયપુર, ફૂલેરા અને કિશનગઢનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial