Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા નગરપાલિકા દ્વારા
ખંભાળીયા તા. ૫: ખંભાળીયા પાલિકા વિસ્તારમાં નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાતા પાલિકા વોટર વર્કસ ઈજનેર એન.આર. નંદાણીયા દ્વારા ખંભાળીયામાં બોર-કૂવા પર આધારિત ફૂલવાડી વોટર વર્કસના નળ પાણી પુરવઠાને ઘી ડેમમાંથી જોડવાના વર્ષો પછી કાયમી ઉકેલ આવે તેવો નિર્ણય લઈને આ કામગીરી શરૂ કરાઈ હતી.
બે દિવસ પાણીનું વિતરણ બંધ રાખીને ચેકીંગ કરતા ૧૫૦ જેટલા ગેરકાયદે જોડાણો ડાયરેક્ટ બે-ચાર આનીને બદલે એક એકની મેઈન લાઈનો નાખીને જોડાણો કરીને પાણી ચોરી કરતા પકડાતા તેમની સામે જ તુરંત જ પગલાં લઈને કનેકશનો કાપી નાખીને તમામને રેગ્યુલર કનેકશનો ફી ભરીને લેવા હુકમ કરતા ભારે ચર્ચા જાગી હતી. પંચાયત હતું ત્યારથી આ ફૂલવાડી વોટર વર્કસમાંથી મોળું પાણી તથા ક્ષારવાળુ કૂવા-બોરનું પાણી મળતું હતુ જે હવે ઘી ડેમનું તથા નર્મદાનું મીઠું પાણી આ વિસ્તારના લોકોને મળશે જે ખૂબ જ મોટી ઉપલબ્ધી આ વિસ્તારના લોકો માટે થશે. તાકીદે પાણી પૂરવઠા વિતરણ વ્યવસ્થિત કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial