Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખુદ સરકાર જ મોટા વાહનો ફ્લાય ઓવર બ્રિજ પર નહીં ચલાવે?
જામનગર તા. પઃ જામનગરમાં કરોડો રૂપિયાના ખર્ચથી નવો ફ્લાય ઓવર બ્રિજ બનાવાયો છે, ત્યારે હવે આ બ્રિજની નીચેના ભાગેથી એસ.ટી.ની બસો પસાર થશે, અને ત્રણ નવા બસ સ્ટોપ જાહેર કરવામાં આવ્યા છે.
જામનગર એસ.ટી.ના વિભાગીય નિયામક દ્વારા ગઈકાલે એક પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે. તેમાં એસ.ટી. બસના ત્રણ સ્ટોપ જાહેર કરવામાં આવ્યા છે.
આ ત્રણ સ્ટોપમાં સાત રસ્તા સર્કલ, જુના રેલવે સ્ટેશન (અંબર ચોકડી) અને હાલાર હાઉસ આગળનો સમાવેશ થાય છે, જેમાં મુસાફરો બસમાં ચડવા અને રાજકોટ તેમજ કાલાવડ તરફથી આવતા સમયે સુરેશ ફરસાણથી આગળ જુના રેલવે સ્ટેશન અને સાત રસ્તા પાસે મુસાફરોને બસમાંથી ઉતારવાની વ્યવસ્થા રાખવામાં આવી છે, જ્યારે ગુરુદ્વારા અને વિક્ટોરિયા પોઈન્ટનો સ્ટોપ સાંકડા રસ્તાના કારણે રદ કરવામાં આવ્યો છે, અને વિક્ટોરિયા પુલના બદલે રાજપાર્કનો પોઈન્ટ આપવામાં આવ્યો છે. આથી એસ.ટી.ની તમામ બસો આ રૂટ ઉપર ચાલશે અને તેમાં મુસાફરોને ચઢવા-ઉતરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, મુસાફરોની સગવડતા માટે એસ.ટી.ની બસોને નવા ઓવર બ્રિજની નીચેના ભાગથી ચલાવવામાં આવનાર છે, જ્યારે સવાલ એવો ઊભો થાય છે કે ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે કરોડોના ખર્ચે બનાવાયેલ નવા ઓવર બ્રિજનો ઉપયોગ નહીં થાય તો ટ્રાફિક સમસ્યાનો હેતુસરતો નથી, જ્યારે આ બ્રિજ શા કામનો? હકીકતે મહાનગરપાલિકાએ આ બાબતે એસ.ટી. વિભાગ સાથે પરામર્શ કરીને બસો નવા બ્રિજની ઉપરથી દોડાવવામાં આવે તે બાબતે નિર્ણય કરાવવો જોઈએ. અત્યારે સવાલ એવો ઊઠે છે કે, માત્ર કાર-રિક્ષા માટે જ આ ફ્લાય ઓવર બ્રિજ બનાવાયો છે?
ખટારાઓ તો મોટાભાગે બાયપાસ અને બેડીબંદર રીંગરોડ તરફથી શહેરની બહારથી જ પસાર થાય છે, તેથી ટ્રાફિક સમસ્યા હલ કરવી હોય તો ખાનગી તથા એસ.ટી.ની તમામ બસો ફરજિયાત ફ્લાય ઓવર બ્રિજ પરથી જ ચાલે તે જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial