Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યકક્ષાની રાસગરબા સ્પર્ધામાં રાજશક્તિ રાસ મંડળે રંગત જમાવીઃ આખા રાજ્યમાં પ્રથમ સ્થાને

જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રની ગરિમા વધી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: રાજ્યકક્ષાની રાસ-ગરબા સ્પર્ધામાં જામનગરના રાજશક્તિ રાસ મંડળે પ્રથમ ક્રમ મેળવી સમગ્ર સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે.

રાજકોટ સ્થિત હેમુ ગઢવી હોલમાં તાજેતરમાં યોજાયેલી રાજ્યકક્ષાની રાસ-ગરબા સ્પર્ધામાં જામનગર શહેરના શ્રી રાજશક્તિ રાસ મંડળે શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે, જેના કારણે સમસ્ત સૌરાષ્ટ્રનું ગૌરવ વધ્યું છે. ગુજરાતના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં રાજ્યભરના કલાકારોએ ભાગ લઈને ઉત્કૃષ્ટ કલા પ્રદર્શન કર્યું હતું.

સૌથી પ્રતિષ્ઠિત એવી રાસ સપર્ધામાં જામનગર શહેરના શ્રી રાજશક્તિ રાસ મંડળે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આ સિવાય સુરેન્દ્રનગર શહેરનું ગોવાળિયા રાસ મંડળ દ્વિતીય ક્રમાંકે અને સુરત શહેરનું ઓમ કલ્ચરલ તૃતીય ક્રમાંકે વિજેતા જાહેર થયા છે. આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબાની શ્રેણીઓ પણ યોજવામાં આવી હતી. અર્વાચીન ગરબા સ્પર્ધામાં ગાંધીનગર શહેરનું પનઘટ કલા કેન્દ્ર પ્રથમ ક્રમાંકે, સુરત શહેરનું સપ્તધ્વનિ સંગીત વર્ગ કલાવૃંદ દ્વિતીય ક્રમાંકે અને તાપી શહેરનું કસ્તુરબા અધ્યાપન મંદિર તૃતીય ક્રમાંકે વિજેતા બન્યા હતાં, જ્યારે પ્રાચીન ગરબા સ્પર્ધામાં સુરત શહેરનું સપ્તધ્વનિ સંગીત વર્ગ કલાવૃંદ પ્રથમ ક્રમાંકે, રાજકોટ શહેરની શ્રી એમ. એન્ડ એન. વિરાણી સાયન્સ કોલેજ દ્વિતીય ક્રમાંકે અને અમરેલી શહેરની કે.પી. ધોળકિયા ઈનફોટેક મહિલા કોલેજ તૃતીય ક્રમાંકે વિજેતા ઘોષિત થયા હતાં.

ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા અને રાસની સ્પર્ધાના દરેક શ્રેણીના પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. પ્રથમ વિજેતાઓને રૂ. પ૧,૦૦૦, દ્વિતીય વિજેતાઓને રૂ. ૪૧,૦૦૦ અને તૃતીય વિજેતાઓને રૂ. ૩૧,૦૦૦ નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. જામનગરના આ વિજયથી લોકકલા ક્ષેત્રે શહેરની ઓળખ વધુ મજબૂત બની છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh