Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વેચ્છાએ ચાર્જ સંભાળી કર્ણાટકના બીએલઓનો સંપર્ક દ્વારા મેપિંગ કર્યુઃ અનુકરણીય
જામનગર તા. ૫: જામનગરના બીએલઓએ અજયભાઈ વારસાંકીયા કર્ણાટકના બીએલઓનો સંપર્ક કરી એસઆઈઆર અંતર્ગત મેપિંગની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરી છે. મતદારની માતાનું નામ વર્ષ ૨૦૦૨ની યાદીમાં શોધવા માટે કર્ણાટકના બીએલઓનો સંપર્ક નંબર મેળવી ભાષાની અડચણ હોવાથી અંગ્રેજીમાં સંવાદ કરી એક મતદારનું મેપિંગ કર્યું છે.
જામનગર જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ૨૦૨૬ અંતર્ગત હાઉસ ટુ હાઉસ ગણતરી ફોર્મ પરત લેવાની અને તેને ઓનલાઈન ડીજીટાઇઝડ કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં જેમાં જામનગર જિલ્લામાં સમાવિષ્ટ ૮૦- જામજોધપુર વિધાનસભા મતવિભાગના ભાગ નં.૨ના ૨૧૫- ગીંગણીના બીએલઓશ્રી અજયભાઈ વરસાંકિયાએ અન્ય બીએલઓને સોંપવામાં આવેલ ચાર્જ પોતે સંભાળી તેમની કામગીરી ૧૦૦% પૂર્ણ કરી છે. તેઓએ માત્ર એક મતદારનું મેપિંગ કરવા માટે કર્ણાટક રાજ્યમાંથી એક બીએલઓનો સંપર્ક કરી જામનગરમાં રહેતા મતદારની માતાનું નામ વર્ષ ૨૦૦૨ની યાદીમાં શોધી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. તેમની આ સરાહનીય કામગીરીની પ્રસંશા કરી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કેતન ઠકકર દ્વારા પ્રશસ્તિપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા.
અજયભાઈ વરસાંકિયા જણાવે છે કે, હું બીએલઓ તરીકે ફરજ નિભાવુ છું. મારા ગામના એક શિક્ષિકાને બીએલઓનો ચાર્જ મળ્યો હોય પરંતુ તેમને નાનું બાળક હોવાથી તેમનો ચાર્જ મેં સ્વેચ્છાએ સ્વીકાર્યો હતો. મારે ગણતરી ફોર્મની કામગીરીમાં ૧૦૪૭ મતદારો હતા. જે ૧૦૦% ડિજિટાઇઝ થઈ ગયા છે. મેપિંગની કામગીરી દરમિયાન ત્રણ મતદારો મહારાષ્ટ્રના હતા માટે મેં મહારાષ્ટ્રની મતદારયાદી ડાઉનલોડ કરી અને તેમને ઈપીક નંબર પરથી જરૂરી માહિતી મેળવી લીધી હતી.
આ ઉપરાંત કર્ણાટકના એક મતદારનું મેપિંગ કરવા માટે મેં કર્ણાટકની મતદાર યાદી ડાઉનલોડ કરી પરંતુ તે કન્નડ ભાષા હોવાથી સમજણ ન પડી. ત્યારબાદ ઇ.સી.આઇ.ની વેબસાઇટ પર જઈ મતદારની માતાના ચૂંટણીકાર્ડની વિગતો મેળવી તેમના બીલઓનો સંપર્ક સાધ્યો. તેઓ કન્નડ ભાષા બોલતા હોય અને હિન્દી સમજતા ન હોવાથી અંગ્રેજીમાં તેમની સાથે સંવાદ કર્યો. અને જામનગરમાં રહેતા મતદારની માતાનો વર્ષ ૨૦૦૨ની યાદીમાંથી નંબર મેળવી મેપિંગની કામગીરી મેં ૧૦૦% પૂર્ણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial