Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૫: જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળી હતી જેમાં કુલ રૂ.૧૭ કરોડ ૯૯ લાખના વિવિધ વિકાસ કામોના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.
આજે સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ચેરમેન નિલેશ બી. કગથરાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ ૧૧ સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન.મોદી, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જીનિયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશનર (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહૃાા હતા.
અમૃત ૨.૦ યોજનાની ગ્રાન્ટ હેઠળ જામનગર શહેરમાં વોર્ડ નં.૧૫માં રે. સર્વે નં.૧૩૦૨ પૈકીની જગ્યામાં ૪.૭૨ એમ.એલ.ડી. લીફટીંગ પમ્પીંગ સ્ટેશન અને મેઈન્ટેનન્સ સાથે ના કામે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂ. ૮૧.૭૮ લાખ, જામનગર શહેરમાં ટી.પી. સ્કીમ નં.પ, અંતિમ ખંડ નં.૧૮/બી વાળી જગ્યામાં મલ્ટી પર્પઝ કલ્ચરલ કોમ્પલેક્ષ (ઓડિટોરિયમ) બનાવવાના કામે પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સર્વિસીસ માટે રૂ. ૬૦.૪૩ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. હાપા વિસ્તારમાં રૂ.૩૫ કરોડના ખર્ચથી ઓડિટોરિયમ બનાવવામાં આવનાર છે.
સમર્પણ ઝોન વિસ્તારમા સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી./બ્રિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવા માટે રૂ. ૧૩.૬૦ લાખ , સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હસ્તકની અલગ અલગ ગૌશાળામાં એકત્ર થયેલ પશુઓના છાણીયા ખાતરને ઉપાડવાના કામમાં ભાવ વધારો મંજૂર કરવામાં આવ્યો છે.
સિવિલ સાઉથ ઝોન (વોર્ડ નં. ૧૬) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે રૂ. ૨૫૦ લાખ, સિવિલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. ૧૪) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે રૂ. ૬૦ લાખ, સિવિલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૭) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે રૂ. ૨૫૦ લાખ,
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત સિવિલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. ૯) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે રૂ. ૨૫૦ લાખ , વર્ષ. ૨૦૨૫-૨૬ દરમ્યાન વોર્ડ નં. ૧ થી ૮માં ગાર્ડનના હેતુ માટે ટ્રેકટર ટ્રોલી વીથ લેબર સપ્લાય કરવાના કામ માટે રૂ. ૧૦ લાખ , વોર્ડ નં. ૯ થી ૧૬ માં ગાર્ડનના હેતુ માટે ટ્રેક્ટર ટ્રોલી વીથ લેબર સપ્લાય કરવાના કામ માટે રૂ. ૧૦ લાખ , વોર્ડ નં. ૧૪ દિ. પ્લોટ શેરી નં. ૫૯ અને ૬૦ શેરીમાં નવાનગર બેંકની સામે સી.સી. રોડ બનાવવાના કામ માટે રૂ. ૩૬.૮૨ લાખ. વોર્ડ નં.૧૬ મંગલધામ કનૈયા પાર્ક થી મંગલધામ ના છેડા સુધી સી.સી. રોડના કામ માટે રૂ. ૧૪.૧૬ લાખ , આઉટ ઓફ એરીયાની વર્ષ ૨૦૨૪-૨૫ની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં.૧૬, કિર્તીપાન થી સરદાર પાર્ક થી વૃંદાવન પાર્ક બોકસ કેનાલ સુધી સી.સી. રોડના કામ રૂ. ૩૨.૪૩ લાખ , વર્ષ ૨૦૨૫-૨૬ ની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં. ૧૬ માં આશીર્વાદ દિપ સોસાયટી બ્રિજથી કુબેર પાર્ક-૩ થી અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ એસ.ટી.પી.થી જામનગર રાજકોટ રોડ અને હરીધામ સોસાયટીથી એસ.ટી.પી. સુધી સી.સી. રોડ બનાવવાના કામ અંગે રૂ. ૭૨૪.૭૦ લાખ, સિવિલ સાઉથ ઝોન (વોર્ડ નં. ૮, ૧૫ અને ૧૬) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ બ્રિજ વર્કસના કામ અંગે રૂ. ૫ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.
જામનગર મહાનગર પાલિકાની જુદી-જુદી શાખાઓમાં ટેકનિકલ અને વહીવટી કામગીરી માટે જુદી જુદી જગ્યાઓ પર ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓની નવી નિમણૂક અંગેની દરખાસ્ત અન્વયે ૬ માસ માટે નવી નિમણુંક આપવાનું મંજુર કરાયું છે. જ્યારે જામનગર મહાનગર પાલિકાની જુદી જુદી જગ્યાઓ ઉપર વધારાની કામગીરી માટે સ્પે. એલાઉન્સ આપવા અંગે કમિશનરની ૨જુ થયેલ દરખાસ્ત પણ મંજુર કરવામાં આવી હતી.
આમ આજની બેઠકમાં કુલ રૂ. ૧૭ કરોડ ૯૯ લાખના જુદાજુદા ખર્ચની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial