Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિતેલા વર્ષમાં ભલે પોલંપોલ ચાલી હોય પણ
ખંભાળિયા તા. ૨: તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના બરડા ડુંગરના દેશી દારૂના અડ્ડાઓ ચલાવતા બૂટલેગરોનું નવું વર્ષ દ્વારકા જિલ્લ પોલીસ દ્વારા બગાડીને ચેકીંગ સાથે આધુનિક ટેકનોલોજી ડ્રોનનો ડુંગર પર ભઠ્ઠીઓ પકડવા ઉપયોગ કરીને ઢગલાબંધ દેશી દારૂની ભઠ્ઠીઓનો નાશ કરીને સપાટો બોલાવ્યો હતો.
અનોખું આયોજન
દ્વારકા જિલ્લા પોલીસવડા જરાજયસિંહ વાળાના માર્ગદર્શનમાં ડીવાયએસપી વિસ્મય માનસેતા દ્વારા સમગ્ર આયોજન ગુપ્ત રીતે કરાયું હતું. જેમાં એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયા પો.સ.ઈ. બી.એમ. દેવમુરારી તથા ભાણવડ પી.આઈ. ચેતન દેસાઈ તથા પો.સ.ઈ. બી.કે. કડછા સહિત ૪૦ જેટલા પોલીસ જવાનોને કોઈ જાણકારી અગાઉથી આપ્યા વિના રેડ પાડવા તૈયાર કરીને ખાનગીમાં જ બરડા ડુંગરની છેક ઉપર ધામણી નેશ તથા તેની આગળ બાવળની ઝાડીઓમાં જયાં કોઈ વાહનો ના પહોંચે તેવા સ્થળે ચાલતી ઢગલાબંધ ભઠ્ઠીઓનો નાશ કરવા તથા કબજો કરવા કાર્યવાહી હાથ ધરી હતી.
ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ
ડુંગર ઉપર જવાં કોઈ વાહન ના પહોંચે તેવી જગ્યાએ બરડા ડુંગરમાં બાવળની ઝાડીઓમાં સંતાઈને દેશી દારૂ બનાવાતો હોય ડી.વાય.એસ.પી. વિસ્મય માનસેતા જાતે પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ સાથે છેક ડુંગર ઉપર પગપાળા ધામણીનેશ તથા તેની આગળના જંગલોમાં ટ્રેકીંગ કરતા હોય તેમ જઈને ડ્રોન ટીમ પણ સાથે રાખી હતી. જેથી એક જગ્યાએ ભઠ્ઠી પકડી નાશ કરે ત્યાં ડ્રોન દ્વારા બીજી ભઠ્ઠીનું સ્થળ શોધી કઢાયું હોય તેવી રીતે કામગીરી કરીને ૪૦ પોલીસ જવાનોએ બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓનો ખાતમો કર્યો હતો. ૪૦ જવાનો અને ખૂદ પી.આઈ. ડી.વાય.એસ.પી. દ્વારા છેક ડુંગર પર જઈને આવું ચેકીંગ કર્યાનો રેકોર્ડ છે.!
ધામણી નેશ વિસ્તાર, આવળ માતાજી મંદિર પાછળનો જંગલ વિસ્તાર તથા પાણીની જળ વિસ્તાર અને તેનાથી આગળના જંગલ વિસ્તારમાંથી દારૂની ભઠ્ઠીઓ તથા તૈયાર દારૂનો જથ્થો પકડાયો હતો. વાહનો ના પહોંચે ત્યાં પણ નિયમિત દરોડા પડતા દેશી દારૂ ધંધાર્થીઓ સખત ભીંસમાં આવી ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial