Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂ. કૃષ્ણમણીજી મહારાજના ૬૨ માં જન્મદિને જામનગરના
પૂ. કૃષ્ણમણીજી મહારાજના ૬૨માં શુભ જન્મ ઉત્સવની ઉજવણી નિમિત્તે ખીજડામંદિરમાં રકતદાન કેમ્પ ઉપરાંત ગુરૂવંદના સહિતના કાર્યક્રમો યોજાયા હતા. અને સંતો મહંતો અને અગ્રણીઓએ પૂજન કર્યુ હતું. જામનગરમાં આવેલ શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મની આદ્યપીઠ શ્રી ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના વડા અનંતશ્રી વિભૂષિત જગદગુરુ આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજના ૬૨માં શુભ જન્મ ઉત્સવની ૧ જાન્યુઆરી, ૨૦૨૬ના સવારથી ઉજવણી નો પ્રારંભ થયો છે. શ્રી ૫ નવતનપુરી ધામના પ્રાંગણમાં દેશ વિદેશમાંથી ઉપસ્થિત સુંદરસાથજી ભાવિકો અને રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મચાર્ય ૧૦૮ શ્રી કૃષ્ણમણીજી મહારાજને જન્મદિવસની વધાઈ સાથે વંદના કરવામાં આવી હતી. અનંતશ્રી વિભૂષિત જગદગુરુ આચાર્ય શ્રીકૃષ્ણમણીજી મહારાજના ૬૨માં શુભ જન્મ ઉત્સવ પ્રસંગે સવારથી જી.જી હોસ્પિટલ સ્થિત સરકારી બ્લડ બેન્કના સહયોગથી યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૬૨ થી વધુ લોકોએ રક્તદાન કરી માનવ જીવન બચાવવાના સેવાયજ્ઞમાં જોડાઈ અનોખી ગુરુ ભક્તિ અદા કરી હતી. તો આ પ્રસંગે ઉપસ્થિત સુંદરસાથજી ભાવિકો દ્વારા શ્રી ૫ નવતનપુરી ધામ મંદિર નિર્માણ માટે પણ સેવાની સરવાણી વહાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial