Advertisement
Author: નોબત સમાચાર

છેતરપિંડીના ગુન્હામાં ૩ર વર્ષ પછી પકડાયેલા આરોપીના જામીન મંજૂર

વર્ષ ૧૯૯૩માં કરાઈ હતી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગરમાં પટેલ કોલોનીમાં ૩ર વર્ષ પહેલાં ફલેટ ખરીદવા અપાયેલી રકમ સામેનો ચેક પરત ફર્યાની અને વિશ્વાસઘાત, છેતરપિંડી આચરાયાની ફરિયાદ કરાઈ હતી. આ ગુન્હામાં આટલા વર્ષાે પછી ઝડપાયેલા આરોપીએ કરેલી જામીન અરજી મંજૂર રખાઈ છે.

જામનગરના બિલ્ડર કેતન અંબાલાલ પટેલ પાસેથી પટેલ કોલોનીમાં લવ-કુશ એપાર્ટમેન્ટમાં ફલેટ ખરીદવા રૂ।.૧ લાખ રપ હજાર લક્ષ્મણસિંગ દેવીસિંગે આપ્યા પછી તે ફલેટનો કબજો ન સોંપાતા કેતન પટેલે આ રકમ પરત આપવા ચેક આપ્યો હતો.

તે ચેક બેંકમાંથી પરત ફર્યાે હતો. તેથી લક્ષ્મણસિંગે છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરવા અંગે ૩ર વર્ષ પહેલાં ફરિયાદ નોંધાવી હતી. આ આરોપીની બીજા શહેરમાંથી ધરપકડ કરી અદાલતમાં રજૂ કર્યાે હતો. આ આરોપીને જામીન પર છોડવાનો હુકમ કરાયો છે. આરોપી તરફથી વકીલ જયેન્દ્રસિંહ ઝાલા, એચ.પી. ઝાલા, કે.કે. અજુડીયા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh