Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કન્યા કેળવણી માટે અપરિણીત રહી જીવન સમર્પિત કરનાર
જામનગર તા. ૨: ધ્રોલની શ્રીએમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટના શિક્ષણ સંવાહક એવા સંસ્થાના શિક્ષણ જીવ અને સમગ્ર જીવન ધ્રોલ પંથકની દીકરીઓ માટે ખર્ચી નાખનાર હંસાબેન મહેતાનું તા. ૧-૧-૨૦૨૬ને ગુરુવારના અવસાન થયેલ છે. જેઓની શ્રદ્ધાંજલિ સભા સોમવારે ધ્રોલમાં રાખવામાં આવી છે.
જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં સ્ત્રી શિક્ષણની મશાલ જલાવનાર અને શ્રી એમ. ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટના આત્મા સમાન શિક્ષણ સંવાહક હંસાબેન મહેતાનું તા. ૦૧-૦૧-૨૦૨૬ને ગુરુવારના ૮૨ વર્ષની વયે તેમના વતન ગોંડલમાં અવસાન થયેલ છે. મૂળ ગોંડલના વતની હંસાબેને ધ્રોલ પંથકની દીકરીઓના શિક્ષણ માટે તેઓ આજીવન અપરિણીત રહૃાા અને હજારો વિદ્યાર્થિનીઓના જીવનમાં માતૃત્વની હૂંફ સાથે શિક્ષણનો પ્રકાશ પાથર્યો હતો.
વર્ષ ૧૯૭૨માં જ્યારે ધ્રોલ પંથકમાં કન્યા શૈક્ષણિક સંકુલનો પાયો નાખવામાં આવ્યો અને એમ. ડી. મહેતા ગર્લ્સ સ્કૂલની સ્થાપના થઈ, ત્યારથી જ હંસાબેન મહેતા અને સુધાબેન ખંઢેરીયાની જોડીએ એક મિશનરી ભાવનાથી કામ શરૂ કર્યું હતું. આ બંને કર્મઠ બહેનોએ ખભેખભા મિલાવીને સતત ૫૩ વર્ષ સુધી આ સંસ્થાને પોતાના પરસેવાથી સીંચી હતી. હંસાબેન વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા હોવા છતાં, તેમનો આત્મા સંસ્થામાં જ વસતો હતો અને છેલ્લા શ્વાસ સુધી તેઓ સંસ્થાના ઉત્કર્ષ માટે માર્ગદર્શન પૂરૃં પાડતા રહૃાા હતા.
છેલ્લા કેટલાક સમયથી તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી તેઓ પોતાના વતન ગોંડલમાં રહેતા હતા, જ્યાં ગઈકાલે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જેમના હ્ય્દયમાં દીકરીઓ માટે અપાર કરુણા હતી અને પરોપકાર જેમના પ્રત્યેક ડગલામાં વણાયેલો હતો,
આ પુણ્યશાળી આત્માની શાંતિ અર્થે અને તેમને ભાવભીની અંજલિ આપવા માટે શ્રી એમ. ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન ધર્મેશભાઈ મહેતાની અધ્યક્ષતામાં તા. ૫-૧-૨૬, સોમવારના સવારે ૧૧ થી ૧૨ કલાકે શ્રી એમ. ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ, દરબારગઢ, ધ્રોલમાં શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial