Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટેક ફેસ્ટ એક્ઝિબીશન અન્વયે
જામનગર તા. ૨: જામનગર જી.આઈ.ડી.સી. ઉદ્યોગ બ્રાસપાર્ટસ માટેનો સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ઉદ્યોગ હોય, જે ફરીવાર પોતાની ઔદ્યોગિક તાકતનું પ્રદર્શન કરવા સજ્જ થઈ રહ્યું હોય, જેમાં જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.દ્વારા આગામી તા. ૭ થી ૧૦ જાન્યુઆરી-ર૦ર૬ ના છઠ્ઠા એડીશનના ટેક ફેસ્ટ એક્ઝિબીશનના આયોજન અંતર્ગત પ્રમોશનલ ઈવેન્ટ કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજમાં રાખવામાં આવેલ, જેમાં જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ રમણીકભાઈ અકબરી, જામનગર ફેક્ટરી ઓનર્સ એસો.ના પ્રમુખ રામજીભાઈ ગઢીયા, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રમુખ અને હાલના રીઝનલ મંત્રી બિપેન્દ્રસિંહ જાડેજા, જામનગર ફેક્ટરી ઓનર્સ એસો.ના પૂર્વ પ્રમુખ અને હાલ ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસો.ના ખજાનચી લાખાભાઈ કેશવાલા, જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ એસોસિએશનના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ ચાંગાણી, રાજેશભાઈ ચાંગાણી અને દિનેશભાઈ ડાંગરીયા, લાલપુર રોડ રૂરલ ઈન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખ વિનોદભાઈ એન. પટેલ, જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ના સર્વે કારોબારી સભ્યો તેમજ જામનગર ટેક ફેસ્ટ-ર૦ર૬ ના કમિટી મેમ્બરો, સરકારી અધિકારી, અગ્રણી ઉદ્યોગપતિ અને મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ના પ્રમુખ વિષ્ણુભાઈ એમ. પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનો અને ઉદ્યોગકારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આગામી ટેકફેસ્ટ એક્ઝિબીશન વિશે ઈવેન્ટ ચેરમેન અશોકભાઈ કાછડીયા અને જોઈન્ટ ઈવેન્ટ ચેરમેન પરેશભાઈ હરપાલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ટેકફેસ્ટ કાર્યક્રમનું આયોજન અંદાજીત ૪ લાખ સ્કવેર ફીટ એરીયામાં કરવામાં આવેલ છે, જેમાં દેશના વિવિધ રાજયોના રપ૦ થી ૩૦૦ સ્ટોલનું બુકીંગ થયેલ છે. આ ટેકફેસ્ટ કાર્યક્રમ દરમિયાન અંદાજિત બે લાખથી વધુ લોકો પ્રદર્શન નિહાળવા આવનાર છે. મંત્રી જિગ્નેશભાઈ લાવટીએ આભારદર્શન કર્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial