Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગર પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆતો ફળી
જામનગર તા. રઃ જામનગર પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆતને સફળતા મળી છે, અને જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકના અવસાન પામેલ પાંચ શિક્ષકોના વારસદારને આર્થિક સહાય મળશે, તેમ જાહેર થયું છે.
ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સરકારના શિક્ષણ વિભાગ, નાણા વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ સાથે લાંબી રજૂઆત અને પ્રયાસો પછી સરકાર દ્વારા રાજ્યની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ર૦૧૧ પછી અવસાન પામ્યા હોય તેવા શિક્ષકોને અનુક્રમે ૪ લાખ, ૮ લાખ અને ૧૪ લાખ સહાય બાબત ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગરમાં ર૦૧૧ થી આજ દિન સુધી અવસાન પામેલ શિક્ષકોના વારસદારોને ઉચ્ચક નાણાકીય સહાયની દરખાસ્ત રાજ્ય સરકારની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીમાં રજૂ કરવામાં આવી હતી, જે પૈકી કુલ પ દરખાસ્ત નવા વર્ષના પ્રથમ દિવસે જ મંજુર થઈને આવતા આ પરિવારોને ગ્રાન્ટ મેળવી ટૂંક સમયમાં સહાય ચૂકવવામાં આવશે.
આમ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોથી સમગ્ર રાજ્યની કુલ ર૦ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અંદાજિત ૧૬ર જેટલા પરિવારોને નજીકના સમયમાં ઉચ્ચક નાણાકીય સહાયનો લાભ મળશે તેમ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયા અને મહામંત્રી એચ.કે. દેસાઈએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial