Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓખાની ફીશરીઝ કચેરીમાં માત્ર બે નો જ સ્ટાફઃ
ઓખા તા. ૨: ઓખા બંદરના માછીમારોના વિવિધ અણઉકેલ પ્રશ્નોના ઉકેલ માટે ઓખા સાગરપુત્ર ફીશીંગ બોટ એસોસીએશન દ્વારા રાજ્યના મત્સ્યોદ્યોગ આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે ઓખા બંદરે ગુજરાતના અન્ય બંદરોની સરખામણીમાં સૌથી વધારે હૂંડિયામણ રળી આપતી માછલીઓનું લેન્ડીંગ સેન્ટર છે. અને તે જ કારણસર અહી ગુજરાતના વિવિધ બંદરો જેવા કે માંગરોળ, વેરાવળ, પોરબંદર, કોટડા, માઢવાળ, નવસારી, વલસાડ, વગેરે બંદરની બોટો ફિશિંગ કરવા આવતી હોય છે. તેમ છતાં પણ ઓખાના સ્થાનિક માછીમારોના અનેક પ્રશ્ન છે જે અગાઉ પણ ઘણી રજૂઆત કરેલ હોવા છતાં તેમનો નિકાલ થયેલ નથી.
ઓખા સ્થાનિક માછીમારોને જે સરકાર તરફથી ડીઝલ વેટ રીફંડ આવે છે તે એપ્રિલ ૨૦૨૫થી આજ દિવસ સુધી હજુ માછીમારોને મળેલ નથી. જયારે ગુજરાતના અન્ય મત્સ્યબંદરોના માછીમારોને નવેમ્બર ૨૦૨૫ સુધી ભરાવેલ ડીઝલનું વેટ રીફંડ મળી ગયેલ છે.
માછીમારોને માછીમારી માટેના લાયસન્સ કે જે દર ત્રણ વર્ષે રીન્યુ કરવાના હોય તે મુદત વિતી જવાના ૩-૪ માસ થયા છતાં પણ રીન્યુ નથી થતા, જે કારણે લાયસન્સના અભાવે બોટ ફિશિંગમાં ન જઈ શકતા માછીમારોની રોજગારીનો પણ ભયંકર પ્રશ્ન ઉદભવે છે અને માછીમાર આર્થિક રીતે ભાંગી જતા આ બાબતે પણ ઘટતુ વહેલી તકે કરવા માંગણી છે. તે જ પ્રમાણે દંગા-વેપારીઓના પણ ધંધાના લાયસન્સ રીન્યુ નથી થતા.
ગુજરાત સરકાર દ્વારા હાલ એવું નોટીફીકેશન આવેલ કે ૨૦ મીટરથી વધુની લંબાઈની બોટો ડીઝલ વેટ રીફંડ મળવા પાત્ર નહિ રહે. પરંતુ ઉપરોકત નિયમ ગુજરાતમાં ફકત ઓખાના સ્થાનિક માછીમારો પર લાગુ કરવામાં આવેલ હોય તેમ લાગે છે, કારણ કે ગુજરાતના અન્ય બંદરોમાં ઓખાની સ્થાનિક બોટો કરતા પણ મોટી બોટો હોવા છતાં ત્યાના માછીમારોને દરેક બોટમાં વેટ રીફંડ મળતું હોય છે. તો આ બાબતે જણાવવાનું કે જે ૨૦ મીટરનો નિયમ છે તે કાઢીને દરેક માછીમારી બોટ ડીઝલ વેટ રીફંડ મળવા પાત્ર રહે તેવી અપેક્ષા છે.
ઓખા બંદરમાં ફિશિંગ સીઝન દરમ્યાન સ્થાનિક તથા અન્ય મત્સ્ય બંદરોની અંદાજે ૩૦૦૦ જેટલી બોટો ફિશિંગ કરવા આવતી હોય તેમ છતાં પણ હાલમાં ઓખા બંદરમાં પાયાની સુવિધાઓ જેવી કે ફિશિંગ હાર્બર, કે જે અમો ૨૦૧૨માં વડાપ્રધાન પાસે ત્યારબાદ તત્કાલિન સીએમ રૂપાણી સમક્ષ પણ ફિશિંગ હાર્બર બનાવવા માટે રજૂઆત કરેલ પરંતુ તેમ છતાં પણ હજુ સુધી તે માટે કોઈ નક્કર પગલાઓ લેવાયેલ નથી આથી તેને સંલગ્ન લાઈટ, પીવાનું પાણી જેવી જરૂરી સવલતોનો પણ અભાવ છે.
ઉપરોકત બાબતે ઓખાની સ્થાનિક ફીશરીશ કચેરીએ વારંવાર રજૂઆત કરતા તેઓ પાસે કચેરીમાં ફકત ૨ (બે) વ્યકિતનો સ્ટાફ હોવાથી તેઓ બધી કામગીરીમાં પહોચી શકતા ના હોય તેમ જણાવેલ છે. તે ઉપરાંત પુરતો સ્ટાફ ના હોવાના લીધે ગુજરાત સરકારની માછીમારોના કલ્યાણની મોટાભાગની યોજનાઓ વિષેની જાણકારી કે લાભ મળી શકતો નથી જે લાભ અન્ય બંદરોના માછીમારો લઈ શકતા હોય છે.
ઓખા બંદરના માછીમારોની આ સમસ્યાઓ ધ્યાને લઈ તે બાબતે સત્વરે ઘટતું કરવા રજૂઆત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial