Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયાના અગ્રણીના પૌત્રી અને એડવોકેટ
સલાયા તા. ૨: સલાયા લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ સ્વ. દામોદરભાઈ પોપટલાલ કાનાણીની પૌત્રી ધારાબેન દીપકભાઈ કાનાણી (એડવોકેટ) જે હાલ ખંભાળિયાના રહેવાસી છે. તેમજ એડવોકેટ તરીકે ખંભાળિયા પ્રેક્ટિસ કરે છે.
હાલમાં જ ખંભાળિયા બાર એસોસિએશનની રસાકસી ભરેલી ચૂંટણી યોજાઈ હતી. જેમાં ધારાબેન દીપકભાઈ કાનાણી પણ ઊભા રહૃાા હતાં.અને તેમને ખંભાળિયા બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાગ લીધો હતો અને જીત્યા પણ હતા.
જેમાં એમને ખજાનચી તરીકે મહત્ત્વની જવાબદારી મળી છે. આમ નાની ઉમરમાં આટલી મોટી સિદ્ધિ હાંસલ કરી સલાયા લોહાણા મહાજન અને કાનાણી પરિવારનું એમને ગૌરવ વધાર્યું હતું. ખૂબજ નાની ઉમરમાં આટલી મોટી જવાબદારી મળતા એમણે ઠેરઠેરથી શુભકામનાઓ મળી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ધારાબેનના પિતા દીપકભાઈ તેમજ કાકા પરેશભાઈ કાનાણી જે અગ્રણી બિલ્ડર છે. તેમજ પરેશભાઈ ભારતીય જનતા પાર્ટીમાં સલાયાના પ્રભારી તરીકે તેમજ સલાયા પાંજરાપોળમાં ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી રહૃાાં છે.આ તકે સલાયા લોહાણા મહાજન તેમજ જલારામ સેવા સમિતિ દ્વારા ધારાબેનને અને કાનાણી પરિવારને શુભકામનાઓ પાઠવાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial