Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૯૬૨ની હેલ્પલાઈનમાં ફોન કરતા જ ટીમ હાજર થઈ
જામનગર તા. ૦૨: જામનગરના દરેડ ગામે ૧૯૬૨ પશુ હેલ્પલાઈનની ટીમે દેવદૂત બનીને ગાયનું સફળ ઓપરેશન કરી જીવ બચાવ્યો હતો. આ ગંભીર સમસ્યામાં મુકાયેલી ગાયને બે કલાકની જહેમત બાદ પીડામાંથી મુકત કરાઈ હતી.
ગુજરાત સરકાર અને ઈએમઆરઆઈ જીએચએસના સંયુક્ત ઉપક્રમે કાર્યરત ૧૯૬૨ પશુ ઈમરજન્સી સેવા રાજ્યના પશુપાલકો માટે ખરા અર્થમાં જીવનદાયી સાબિત થઈ રહી છે.તાજેતરમાં જામનગર જિલ્લાના દરેડ ગામે પશુ ચિકિત્સાની માનવતાભરી કામગીરીનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું, જ્યાં ૧૯૬૨ની ટીમે એક ગાયને ગંભીર પીડામાંથી મુક્ત કરી નવજીવન આપ્યું હતું.
ઘટનાની વિગતો મુજબ, દરેડ ગામના પશુપાલક રાજભાઈ વસોયાની ગાયને અચાનક ગર્ભાશય બહાર આવી જવાની ગંભીર તકલીફ સર્જાઈ હતી. પશુ અસહૃા પીડામાં હોવાથી પશુપાલકે તાત્કાલિક ૧૯૬૨ હેલ્પલાઇન પર સંપર્ક કર્યો હતો. કોલ મળતાની સાથે જ ચંદ્રગઢ લોકેશનની એમ્બ્યુલન્સના વેટેનરી ડોક્ટર મીત ચૌધરી અને પાયલટ કમ ડ્રેસર પ્રફુલભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ડોક્ટરના નિરીક્ષણમાં ગાયનું ગર્ભાશય સંપૂર્ણપણે બહાર નીકળી ગયું હોવાનું જણાતા સ્થિતિ અત્યંત નાજુક હતી. જોકે, ૧૯૬૨ની ટીમે કુશળતા પૂર્વક આશરે બે કલાકની ભારે જહેમત બાદ સફળતાપૂર્વક ગર્ભાશયને મૂળ સ્થાને સ્થાપિત કરી ગાયનો જીવ બચાવ્યો હતો.
આ સફળ સારવાર બદલ પશુપાલક અને ગ્રામજનોએ સંતોષ વ્યક્ત કરી ગુજરાત સરકારની આ નિઃશુલ્ક સેવાની પ્રશંસા કરી હતી અને દરેક પશુપાલકે જરૂરિયાતના સમયે અચૂક આ સેવાનો લાભ લેવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial